પડધરીઃ કારે બાઇકને ઠોકરે લેતાં ભાઈની નજર સામે બહેનનું મોત
જોડિયાના કેશીયા ગામની વિદ્યાર્થીનીને રાજકોટ આવતી વેળાએ કાળ ભેટ્યોઃ પરિવારમાં કલ્પાંત
જોડીયા તાલુકાના કેશીયા ગામે રહેતી અને અમડવડમાં રહી ઇન્ટર્નશીપ કરતી વિધાર્થિનીનું માર્ગ અકસ્માતમાં મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પિતરાઈ ભાઈ પાછળ બેસીને રાજકોટ આવતી યુવતીને કારે ઠોકરે લેતાં કરુણાંતિકા સર્જાઇ હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જોડિયાના કેસિયા ગામે રહેતી જેમીના હસમુખભાઇ ગોધાણી (ઉ.વ.૨૨) અને તેનો ભાઇ રાજ રવિવારે બપોરે પોતાના ગામથી બાઇક પર રાજકોટ આવવા નીકળ્યા હતા. ભાઇ- બહેન પડધરી નજીક ભારત હોટેલ પાસે પહોંચ્યા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે બાઇકને ઉલાળ્યું હતું. અકસ્માતમાં ઘવાયેલા ભાઇ-બહેન બંનેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ જેમીનાએ ટૂંકી સારવારમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક જેમીનાબેન ગોધાણી ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ હતી અને એમસીએનો અભ્યાસ પૂરો કરી અમદાવાદમાં ઇન્ટર્નશીપ કરતી હતી અને સાતમ આઠમની રજામાં ઘરે આવી હતી. રજા પૂરી થતાં રાજકોટ ખાતે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા પિતરાઈ ભાઈ રાજના બાઈક પાછળ બેસી રાજકોટ જવા નીકળી હતી અને ત્યાંથી અમદાવાદ જવાની હતી પરંતુ રસ્તામાં જ જીવલેણ અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે. પડધરી પોલીસે કારચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
રિપોર્ટર - નિખીલ ભોજાણી
9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.