બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે આજે રાષ્ટ્રીય યુવા દિનની( સ્વામી વિવેકાનંદની જન્મજયંતી) ઉજવણી કરવામાં આવી. - At This Time

બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે આજે રાષ્ટ્રીય યુવા દિનની( સ્વામી વિવેકાનંદની જન્મજયંતી) ઉજવણી કરવામાં આવી.


બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે આજે રાષ્ટ્રીય યુવા દિનની( સ્વામી વિવેકાનંદની જન્મજયંતી) ઉજવણી કરવામાં આવી.

વિશ્વમાં હિન્દુ ધર્મની જ્યોત પ્રગટાવનાર અને વેદો તથા યોગનો ફેલાવો કરનાર મહાન વિભૂતિ એવી સ્વામી વિવેકાનંદજીનો જન્મ 12 મી જાન્યુઆરી 1863 ના રોજ થયો હતો અને 4 જુલાઈ 1902 ના રોજ તેઓ અવસાન પામ્યા હતા. તેમના અનેક પ્રસંગો માંથી આપણને પ્રેરણા મળે છે. શિકાગોની વિશ્વ પ્રસિધ્ધ ધર્મ પરિષદમાં ભારતીય પોશાકમાં હાજરી આપી અવિસ્મરણીય ટૂંકું ભાષણ આપી સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર એવા સ્વામી વિવેકાનંદજી ની જન્મ તિથિની ઉજવણીના ભાગરૂપે સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે તેમની તસવીરને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સ્વામી વિવેકાનંદજીને પોતાના આદર્શ તરીકે માનનાર શાળાના સિનિયરશિક્ષકશ્રી વનરાજભાઈ પરમારે સ્વામી વિવેકાનંદજીના જીવનના પ્રેરક પ્રસંગો વિશે ખૂબ જ આકર્ષક પ્રવચન આપ્યું હતું. તેમના પ્રવચનની સર્વે વિદ્યાર્થી ભાઈ બહેન તથા તમામ સ્ટાફ મિત્રો પર ખૂબ જ સકારાત્મક અસર થઈ હતી. છેલ્લે શાળાના સુપરવાઈઝરશ્રીએ વનરાજભાઈ પરમારને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.