દહેગામ : ભારતની ફાઇનલમાં જીત થતા ઉજવણી કરતા બે જૂથો વચ્ચે ઘર્ષણ
ચેમ્પિયન ટ્રોફીમાં ફાઇનલ મેચમાં ભારતની જીત થતા સમગ્ર દહેગામમાં લોકો જીતની ઉજવણી કરવા માટે પોતાની બાઈકો લઇ રેલી સ્વરૂપે નીકરયા હતા જેમાં દરગાહ નજીક આવતા જ બે જૂથ વચ્ચે સામસામે ઘર્ષણ વકરી જતા પથ્થરમારો શરૂ થયો, જેમાં 15થી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી. માર્ગ પર ઊભેલી કેટલીક ગાડીઓને પણ નુકસાન પહોંચાડાયું. બે વ્યક્તિઓ પર લાકડી વડે હુમલા થયા હોવાની પણ વિગતો સામે આવી છે. આ ઘટનાને પગલે વિસ્તારના વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી, અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો.
પોલીસ દળો ઘટના સ્થળે દોડી ગયા
જ્યારે સ્થિતિ બગડતી જોવા મળી, ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દહેગામ પહોંચ્યા અને મોટી સંખ્યામાં પોલીસ દળોની તૈનાતી કરવામાં આવી. પોલીસે ટોળાને વિખેરવા પ્રયત્નો કર્યા અને વધતા તણાવને કારણે અશાંત વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
હાલ સ્થિતિ અંશતઃ કાબૂમાં
પ્રશાસન દ્વારા શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીઓએ ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે. હાલમાં સ્થિતિ અંશતઃ નિયંત્રણમાં છે, પરંતુ વિસ્તાર હજુ પણ સંવેદનશીલ છે. સ્થાનિકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે
