વિશ્વ માતૃભાષાદિન" અંતર્ગત શાળાકક્ષાએ માતૃભાષા દિન ઉજવણી - At This Time

વિશ્વ માતૃભાષાદિન” અંતર્ગત શાળાકક્ષાએ માતૃભાષા દિન ઉજવણી


"વિશ્વ માતૃભાષાદિન" અંતર્ગત શાળાકક્ષાએ માતૃભાષા દિન ઉજવણી

સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષાનું અનેરું સ્થાન છે,ત્યારે આપણું ગૌરવ આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષા.ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન નગર પ્રા શાળા નં 24 બોટાદ ખાતે શાળામાં અભ્યાસ કરતા બાળકોમા માતૃભાષા નું મહત્વ સમજાય અને તેની સંપૂર્ણ ગરિમા જળવાય રહે તે હેતુ શાળા કક્ષાએ આજરોજ વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી,ગુજરાતી ભાષા સાહિત્યના તમામ કવિઓ,લેખકો અને સાહિત્યકારો દ્વારા માતૃભાષામાં આપેલ યોગદાન વિશે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું..માતૃભાષા અંતર્ગત વિવિધ લોકકથા,દુહા, છંદ,અને આત્મકથા વિશે માહિતી આપવામાં આવી.તેમજ ગુજરાતી ભાષાનીશક્તિ અને તેની ગૌરવ વધારનારા પ્રેરક પ્રસંગોની વાત કાર્યક્રમમાં કરવામાં આવી..તેમજ માતૃભાષાનું વધૂને વધુ મહત્વ અને ગૌરવ ગાથા જળવાઈ રહે તે અન્વયે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું...ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી ભૂમિબેન પટેલ અને શિક્ષકોએ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.