ભરૂચ કંથારિયા ગામમાં આદિવાસી સમાજના આગેવાનો અને રાજા મેલડી ગ્રુપ દ્વારા મેલડી માતાજીની સાલગીરીના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી - At This Time

ભરૂચ કંથારિયા ગામમાં આદિવાસી સમાજના આગેવાનો અને રાજા મેલડી ગ્રુપ દ્વારા મેલડી માતાજીની સાલગીરીના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી


કંથારિયા ગામના આદિવાસી સમાજ દ્વારા માતાજીની સાલગીરી ખુબ જ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી.
સાથે ભજન કીર્તનનો પ્રોગ્રામ પણ ખુબ સરસ રીતે યોજવામાં આવ્યો અને ગામના આદિવાસી સમાજ દ્વારા મહા પ્રસાદીનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ગામના આગેવાન રાજેશભાઈ એ પણ આ પ્રોગ્રામમાં પોતાનું ડી જે સાઉન્ડ સિસ્ટમ વિના મુલ્યે વગાડીને સેવાનું કાર્ય કર્યું.
રાજા મેલડી ગ્રુપ ના ભાઈઓ અને બહેનો દ્વારા કેક કાપીને માતાજીને પ્રસાદી ચઢાવવામાં આવી.
રાજા મેલડી ગ્રુપના તુલસીબેન દ્વારા તમામ આદિવાસી સમાજ તરફથી મેલડી માતાજીની સાલગીરીની શુભેચ્છા પાઠવીને સહુનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સોહેલ મન્સુરી,ભરૂચ
૯૯૯૮૪૧૨૫૬૨


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image