શહેરા તાલુકાના ડોકવા ગામે પિતાએ કરી પુત્રની ઈચ્છા,લગ્નમાં પિતાએ હેલિકોપ્ટર મંગાવ્યુ.
શહેરા ,
પંચમહાલ જીલ્લામાં 'લગ્નની સીઝન ચાલી રહી છે. શહેરા તાલુકામાં ભોટવા ગામે રહેતા પિતાએ પોતાના પુત્રના લગ્નમાં હેલિકોપ્ટર મંગાવ્યુ હતુ.અને જાન હેલિકોપ્ટરમાં લઈ ગયા હતા. હેલિકોપ્ટર જોવા આસપાસના લોકો પણ ઉમટી પડયા હતા.
પંચમહાલ જીલ્લામાં હાલમાં લગ્નસરાની સીઝન ચાલી રહી છે. લગ્નપ્રસંગને યાદગાર બનાવા અને પોતાના સંતાનોની ઈચ્છા માતાપિતા પુરી કરતા હોય છે. શહેરા તાલુકાના ભોટવા ગામે રહેતા કાળુભાઈ બાદરભાઈ બારિયાના પુત્રના લગ્ન પ્રવિણના લગ્ન ડોકવા ગામે રહેતા ભારતસિંહ પ્રતાપસિંહ મકવાણાની પુત્રી ઈન્દિરા સાથે નક્કી કર્યા હતા,પિતાએ પોતાના પુત્રના લગ્નમાં કઈક અલગ કરવાનુ વિચાર્યુ એટલે તેમને જાન હેલિકોપ્ટરમાં લઈ જવાનુ નકકી કર્યું હતુ. જાનપ્રસ્થાનના દિવસે સવારે હેલિકોપ્ટર ભોટવા ગામે અમદાવાદથી આવી પહોંચ્યુ હતુ.હેલિકોપ્ટર જોવા ભોટવા સહિત આસપાસના ગામના લોકો ઉમટી પડયા હતા. વરરાજા પ્રવિણસિંહ બારિયા પોતાના પરિવાર સાથે હેલિકોપ્ટરમાં બેસીને ડોકવા ખાતે પહોચ્યા હતા અને ત્યા લગ્નવિધી સંપ્પન થઈ હતી. ત્યારબાદ પરત હેલિકોપ્ટર ડોકવા ગામેથી જાન પરત ફરી હતી.
રીપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે
