વસ્ત્રાલ રિંગ રોડ પર અકસ્માત: એક યુવાનનું દુખદ મોત - At This Time

વસ્ત્રાલ રિંગ રોડ પર અકસ્માત: એક યુવાનનું દુખદ મોત


અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ રિંગ રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. વેદ મોલ સામે એક બાઈકચાલકને ટ્રેલરે ટક્કર મારતા એક યુવાનનું દુખદ મોત નિપજ્યું.

પ્રાપ્ત માહિતી મુજબ, ત્રણ મિત્રો દર્શન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. અકસ્માતમાં નીતિન ચુનારા નામના યુવાનનું મોત થયું હતું.

ઘટનાની જાણ થતા જ આઈ ડિવિઝન અને રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તંત્ર દ્વારા વધુ માહિતી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને ટ્રાફિક હળવો કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉપરોક્ત આર્ટીકલ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ.
આગળની વધુ વિગતો મેળવાઈ રહી છે.

સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image