શિહોરમાં ડહોળા પાણીનુ વિતરણ દસબાર દિવસે આવતું પાણી પણ ડોળું અને દુર્ગંધ યુક્ત
સિહોર માં ડહોળા પાણી વિતરણ
દસ બાર દિવસે આવતું પાણી પણ ડહોળુ અને દુર્ગંધ યુક્ત
સિહોરમાં નગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવાની વ્યાપક રાવ ઉઠી છે ત્યારે આજે વોર્ડ નંબર 5 માં નળનો વારો હોય ત્યારે આ નળ માંથી દુર્ગંધ યુક્ત તેમજ પીળા કલરનું પાણી વિતરણ કરવામાં આવ્યું છે ગૃહિણીઓ તથા નગરજનો આ પાણી જોઈ વિચારી રહ્યા છે કે આ પાણી કેમ પીવું વર્ષો પહેલા શિહોર ગારીયાધાર સીટ હતી ત્યારે ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી દ્વારા ફિલ્ટર પ્લાન્ટ નું ખાતમુહર્ત કરી બનાવ્યો હતો પરંતુ આ વાતને વર્ષો વીતી ગયા છતાં હજી નગરપાલિકા નથી આ ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરાવી શકી કે નથી નગરજોનો ને ચોખ્ખું પાણી વિતરણ કરી શકી પૂર્વ પ્રમુખ વીડી નકુમ દ્વારા પણ તેમના પ્રમુખ કાળ દરમિયાન જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ફિલ્ટર પ્લાન્ટ શરૂ થઈ જશે પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનો આવો ફિલ્ટર પ્લાન્ટ શરૂ થયો નથી તે નથી નગરજનોને ફિલ્ટર યુક્ત પાણી મળ્યું ત્યારે નગરજનો પણ બોલી ઊઠે છે કે તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા વેરા વધારવાની તાજવીજ કરી છે પરંતુ આપ પાણી કેમ પીવું એ તો પહેલા જુઓ ડાયરેક્ટ ગૌતમેશ્વર તળાવમાંથી પડતર પાણી વિતરણ થઈ રહ્યું છે હવે લોકો ને ખરેખર હિજરત જ કરવી પડશે તેવું લાગી રહ્યું છે કારણ કે રોડ પર જ્યાં ત્યાં કચરો ઉકરડા ગટરો ઉભરાઈ રહી છે રોડ પર મસ મોટા જીવલેણ ખાડાઓ છે પાણી વિતરણમાં પણ ધાંધીયા છે 10-12 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે તે પણ ડૉહળું અને દુર્ગંધયુક્ત શું આવું ને આવું નગરજનોને સહન કરવું પડશે કે પછી ટેવ પાડવી પડશે રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
