રેલનગરમાં 1.75 કરોડની જમીન પર તંત્રનું બુલડોઝર ફર્યું, ગેરકાયદે ખડકાયેલું બાંધકામ કડકભૂસ્સ!
રાજકોટ શહેરનાં સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.3માં ટીપી સ્કીમ 19ને 31-12-2020 હતી. તેથી અંતીમ મંજુરી આપવામાં આવી હતી. આ સ્કીમનાં અમલીકરણનાં ભાગ યોજનામાં સમાવિષ્ટ ટીપી રોડ પૈકી સુર્યા પાર્ક પાસે, રેલનગરનાં ટાઉન ટાંકાની સામે 24 મીટરનાં ટીપી રોડ તથા રેલવે ટ્રેકને લાગુ 12 મિટરનાં ટીપી રોડ પરનાં ગેરકાયદે બાંધકામને દુર કરવા નોટિસ ફટકારવામાં આવી હતી. આમ છતા દબાણ દુર ન થતા મ્યુ. કમિશનર અમિત અરોરાની સુચના અનુસાર આજે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા દબાણ હટાવાની સૂચના અપાઈ હતી. જેથી રેલનગરમાં 1.75 કરોડની જમીન પર તંત્રનું બુલડોઝર ફર્યું જતી અને 350 ચો.મી જમીન પર ખડકાયેલું ગેરકાયદે બાંધકામને હટાવવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.