હળવદ અને ધ્રાંગધ્રા વાસીઓ આનંદો : દ્વારિકાધીશ મંદિર જવા માટે પૂનમ સ્પેશિયલ 2*2 લકઝરી બસ સેવા નો પ્રારંભ - At This Time

હળવદ અને ધ્રાંગધ્રા વાસીઓ આનંદો : દ્વારિકાધીશ મંદિર જવા માટે પૂનમ સ્પેશિયલ 2*2 લકઝરી બસ સેવા નો પ્રારંભ


પૂનમ ના આગલા દિવસે રાત્રે 9 કલાકે ધ્રાંગધ્રા થી બસ ઉપડશે અને 9:30 કલાકે હળવદ બસ સ્ટેન્ડ પહોંચશે

હળવદ અને ધ્રાંગધા ના નાગરિકો માટે ખુશી ના સમાચાર છે બંને તાલુકા માંથી દ્વારિકાધીશ મંદિર પૂનમ ભરવા માટે અનેક લોકો જતા હોય છે ધ્રાંગધ્રા અને હળવદ થી દ્વારિકા જવા માટે એક માત્ર બસ જે અમદાવાદ થી દ્વારિકા જતી હતી જે કાયમ આગળ થી જ બસ પેસેન્જરો થી ભરાયેલી હોય જેથી હળવદ અને ધ્રાંગધ્રા તાલુકા ના લોકો ને આ બસ સેવા નો લાભ મળી શકતો નહોતો એટલે સ્પેશિયલ વાહન ભાડે બાંધી ને જવું પડે અથવાતો સુરેન્દ્રનગર જઈ અને ટ્રેન માં કે મોરબી થી બસ માં જવું પડે આમ દ્વારિકાધીશ મંદિર નિત્ય પૂનમ ભરતા ભાવિકો ને દ્વારિકા પહોંચવા અગવડ પડતી હતી આ અંગે ની જાણ સામાજિક કાર્યકર્તા અને શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે ની કરતા તેઓ દ્વારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને સાંસદ ચંદુભાઈ શિહોરા ને રજૂઆત કરી સાથે એસ.ટી વિભાગ ના વિભાગીય નિયામક કાળોતરા સાહેબ ને રૂબરૂ રજૂઆત કરતા ડી. ટી. ઓ ડાંગર સાહેબ દ્વારા પૂનમ સ્પેશિયલ 2*2 લકઝરી બસ સેવા ચાલુ કરાવી છે જેનો શુભ આરંભ 13 તારીખ ને ગુરુવાર ના રોજ રાત્રે 9 કલાકે ધ્રાંગધ્રા ડેપો ખાતે થી થશે આ બસ 9:30 કલાકે હળવદ પહોચશે અને ત્યાંથી દ્વારિકા જવા માટે રવાના થશે જે વહેલી સવારે દ્વારિકા પહોંચશે અને મંગળા આરતી ના લાભ ભાવિક ભક્તો ને મળી રહેશે જ્યારે આ બસ રિટર્ન પૂનમ ના દિવસે બપોરે 2 કલાકે દ્વારિકા થી ઉપડશે ત્યારે આ સેવા નો લાભ લેવા હળવદ અને ધ્રાંગધ્રા સહિત આસપાસ ના ભાવિક ભક્તો ને અનુરોધ કરવામાં આવે છે આ બસ સેવા નું ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકાશે આ તકે ગુજરાત સરકાર વાહન વ્યવહાર વિભાગ તેમજ એસ.ટી વિભાગ ના સ્થાનિકો આ સુંદર સેવા બદલ સહ હૃદય આભાર વ્યક્ત કરે છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image