લખતર ગામના પરા વિસ્તારમાં ભર ઉનાળે પાણીના પોકાર મહિલાઓને એક કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે લખતર ગામમાં પાણીની રેલમછેલ - At This Time

લખતર ગામના પરા વિસ્તારમાં ભર ઉનાળે પાણીના પોકાર મહિલાઓને એક કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે લખતર ગામમાં પાણીની રેલમછેલ


લખતર ગામના પરા વિસ્તારમાં ભર ઉનાળે પાણીના પોકાર મહિલાઓને એક કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે લખતર ગામમાં પાણીની રેલમછેલ ગામલોકોના મુખે ચર્ચાતી વિગત મુજબ વાસમોની લાઈનમાં ભ્રષ્ટાચાર થયો હોય પાઇપલાઈનનું લીકેજ રીપેર કરવા આવેલ કોન્ટ્રાક્ટરની હાલત કફોડીલખતર ગામના પરા વિસ્તાર એવા મફતિયાપરા નવા બસ્ટેન્ડ પાછળના દેવીપૂજકપરા વિસ્તારમાં હાલ પાણીના પોકાર ઉઠવા પામ્યા છે થોડા દિવસ પહેલા લખતર ગામના મફતિયાપરાની મહિલાઓએ પાણી મુદે લખતર ગ્રામ પંચાયતનો વહીવટ કરતા હોદેદારો સામે ભારોભાર રોષ વ્યકત કરવામાં આવ્યો હતો ત્યારે આજે બાર મહિનાનો પરબ રામનવમી અને ખરા ઉનાળે બસસ્ટેન્ડ પાછળના દેવીપૂજક પરા વિસ્તારમાં વર્ષમાં ક્યારેકજ પાણી આવતું હોવાનું જણાવી નાની બાળાઓ મહિલાઓ સિનિયર સીટીઝન મહિલાઓ દ્વારા રોષ વ્યકત કરવામાં આવ્યો હતો ત્યારે બીજીબાજુ લખતર ગામમાં દરરોજ પાણીનો પુષ્કળ પ્રમાણમાં બગાડ થઈ રહ્યો છે ત્યારે લોકમુખે ચર્ચાતી વિગત મુજબ લખતર ગામમાં વાસમો અને પાણી સમિતિ દ્વારા નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇન હળકીકક્ષાની હોય હાલ લખતર ગામમાં પાઇપલાઇનનું લીકેજ રીપેર કરવા આવેલ કોન્ટ્રકરને એક સાંઘે ત્યાં તેર તૂટે તેવો ઘાટ સર્જાયો છે આથી કોન્ટ્રાકટરની હાલત કફોડી થઈ ગઈ હોવાનો ઘાટ સર્જાયો છે

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.