મહિસાગર : કડાણા તાલુકાની વેલણવાડા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિકોત્સવ પર્વ ની ઉજવણી કરવામાં આવી.
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાની વેલણવાડા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિકોત્સવ પર્વ ની ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમાં શાળાના બાલવાટિકા થી લઈને ધોરણ - ૦૮ સુધીના ૨૫૦ જેટલા વિધાર્થીઓએ વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરી આનંદ નો માહોલ બનાવ્યો હતો
આ કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્ર ના અધિકારીશ્રી ઓ તથા રાજકીય હોદ્દેદારો એ તથા મોટી સંખ્યામા વાલીશ્રીઓ અને ગામ લોકોએ પણ હાજરી આપી હતી
શાળાના આચાર્ય શ્રી કેતનભાઈ પટેલ સહીત શિક્ષક શ્રીઓ એ ખુબજ પુરુષાર્થ બાદ બાળકોને વિવિધ કૃતિઓ તૈયાર કરાવી આ કાર્યક્રમનું આયોજન કરાતા વિધાર્થીઓ ના વાલીગણ ને પણ સ્તબ્ધ કરી દીધાં હતાં.
આખા વર્ષ દરમિયાન શાળા, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓમાં ભાગ લઈ સિધ્ધિઓ મેળવેલ વિદ્યાર્થીઓ ને ઈનામ આપી ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
અંતે આ વાર્ષિકોત્સવ ના હર્ષોલ્લાસ માં વાલીશ્રીઓ અને શાળાના કર્મચારીગણ પણ નાચવા લાગ્યા હતા
આમ આ કાર્યક્રમ ખૂબ જ આનંદભેર ઊજવવામાં આવ્યો હતો.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ.
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
