બોટાદના લેખકનો રેડિયો પર વાર્તાલાપ - At This Time

બોટાદના લેખકનો રેડિયો પર વાર્તાલાપ


(અજય ચૌહાણ)
દેશની અગ્રણી શિક્ષણ સંસ્થા ટીચર યુનિવર્સિટી IITE ગાંધીનગર દ્વારા આંતરરાષ્ટ્રીય ધોરણનું રેડિયો સ્ટેશન "ટીચર્સ ટ્યૂન" ચલાવાય છે,જેના 26 દેશોમાં શ્રોતાઓ છે. શિક્ષણ,સમાજ અને વિદ્યાર્થી વિકાસને લગતા અનેક પ્રોગ્રામો પ્રસારિત કરવામાં આવે છે. તાજેતરમાં શ્રી રામનવમી પર ખાસ મણકો થયેલ જેમાં બોટાદના સાહિત્યકાર રત્નાકર નાંગરનો "રામાયણ અને મહાભારતનો જીવનબોધ" વાર્તાલાપ પ્રસારિત થયેલ. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ શ્રી રત્નાકર નાંગરનો "બાળ શિક્ષણમાં બાળ સાહિત્યનું મહત્ત્વ" વાર્તાલાપ પણ પ્રસારિત થયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image