બરવાળા પંથકના સૌથી મોટા આસ્થા કેન્દ્ર મુંગલપુર મેલડી ધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ, સાંજના સમયે વિશેષ સંત દર્શન અને ભવ્ય સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને સેવકો દર્શન અને ગુરુપૂજન માટે ઉમટી પડ્યા.
બોટાદ જિલ્લાના બરવાળા પંથકના સૌથી મોટા આસ્થા કેન્દ્ર એવા 5 ગામની સીમમાં આવેલ મૂંગલપુર વિસ્તારમાં આવેલ મૂંગલપુર મેલડી ધામ ખાતે આજરોજ અષાઢ સુદ પૂનમ અને તારીખ 13 જુલાઈ 2022 ના રોજ પવિત્ર પાવન ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પંથકના મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને સેવકો દર્શન અને ગુરુપૂજન માટે પહોંચ્યા હતા અને વિશેષ ગુરૂ પૂજન કર્યું હતું અને આશીર્વાદ મેળવ્યા હતા, અહીં મંદિરના મહંત પદે મનોહરભારતી બાપુ ગુરૂ બ્રહ્મલીન પૂજ્ય 1008 મહામંડલેશ્વર વિશ્વંભરભારતી બાપુ દ્વારા અહીં દર વર્ષની જેમ પંથકના હજારો ભાવિકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું જેમાં પંથકના 8 થી 10 હજારો ભાવિકો દર્શન અને ગુરૂ પૂજન અને પ્રસાદ ગ્રહણ કરી ભક્તિ ભાવ પૂર્વક ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવ્યો હતો અને મહંત બાપુ દ્વારા સાંજના સમયે વિશેષ સંત દર્શન તેમજ ભવ્ય સંતવાણી નું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભાવિક ભક્તો અને સેવકોને રૂડા આશીર્વાદ આપ્યા હતા.
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.