અરવલ્લીના મોડાસા ખાતે રન ફોર યુનિટીની રેલીને જિલ્લા કલેકટરશ્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.
રન ફોર યુનિટીમાં એકતા અને અખંડતાના શપથ લેવામાં આવ્યા અને વહીવટી તંત્ર અને નગરજનો તેમજ રમતગમતના વિદ્યાર્થીઓ જોડાયા.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે, માલપુર રોડથી કે.એન શાહ શાળા સુધી આજે જિલ્લા કક્ષાનો રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ જોડાયો હતો. જ્યારે રન ફોર યુનિટી રેલીને જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારિક દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યાર બાદ રેલી સાથે જોડાયા હતા.
ગુજરાતના પનોતા પુત્ર અને આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન ભારતરત્ન સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જ્યંતિ પૂર્વે આ કાર્યક્ર્મમાં ભારત રત્ન સરદાર પટેલને શ્રધ્ધાંજલી આપવા રન ફોર યુનિટી- એકતા દોડ થકી દેશની એકતા, અખંડીતતા અને સુરક્ષાને મજબુત કરવા એક અનોખો પ્રયાસ કરાયો હતો.દોડ બાદ શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ,નિવાસી અધિક કલેકટરશ્રી,પ્રાંતઅધિકારીશ્રી,મામલતદારશ્રી તેમજ રમત ગમત અધિકારીશ્રી અને અન્ય વિભાગીય અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ અને પોલીસ વિભાગના જવાનો આ દોડમાં જોડાયા હતા.જેમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર નાના બાળકો જેઓ સ્પોર્ટ્સના ખેલાડીઓ હતા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.