માવઠા પછી કાળઝાળ ગરમીનો પ્રકોપ
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ૪૦ ડિગ્રી ગરમીથી લોકો ત્રાહિમામ. બજારોમાં લોકોની પાંખી અવરજવર : જિલ્લામાં આજે અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રીને આંબશે. લગ્નસરા અને ચૂંટણીનો અવસર આવ્યો છે અને ગરમી પ્રકોપ તેની પરાકાષ્ટાએ જઈ રહ્યો છે. બે દિવસ અગાઉ જિલ્લાના ૫ તાલુકામાં કમોસમી વરસાદ પછી ગણતરીના કલાકોમાં પ્રજાને ઠંડક અનુભવાઈ છે. પરંતુ ત્યાર પછી સતત ગરમી પ્રકોપ પ્રજાને પરેશાન કરી રહ્યો છે. આગામી ૩ દિવસ સુધી જિલ્લો અગનભઠ્ઠીમાં ફેરવાઈ શકે તેવી હવામાન વિભાગે પણ આગાહી કરી દીધી છે. આજે પ્રાંતિજ, તલોદ સહિતના અનેક વિસ્તારોમાં તાપમાન ૪૨ ડિગ્રીને પાર કરી જવાની આગાહી કરવામાં આવી છે તે પૂર્વે મંગળવારે સવારે મહત્તમ તાપમાનનો પારો ૩૧ ડિગ્રી હતો જે બપોરે ૪૦ ડિગ્રીને પાર કરી ગયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.