ખેરાલુ ખાતે પ્રો. કેશુભાઈ દેસાઈ વિદ્યાસંકુલમાંભવ્ય નવરાત્રી મહોત્સવ યોજાયો
પ્રો. કેશુભાઈ દેસાઈ વિદ્યાસંકુલમાંભવ્ય નવરાત્રી મહોત્સવ યોજાયો
ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું ખેરાલુ તાલુકા ઉત્તર વિભાગ કેળવણી મંડળ સંચાલિત તમામ સંસ્થાઓનો સંયુક્ત નવરાત્રી મહોત્સવ કોલેજ કેમ્પસમાં ખુબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો.
સવારે માતાજીની આરતી કરવામાં આવી. જેમાં કેળવણી મંડળ તરફથી શ્રી અશોકભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આર્ટ્સ & કોમર્સ કોલેજના પ્રિ. ડો. બાબુભાઈ ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટરશ્રી જસ્મીન દેવી, બી એડ કોલેજના પ્રિ. ડો. અલ્પનાબેન, સાયન્સ કોલેજના પ્રિ. વિકલ્પભાઈ, હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી બાબુભાઈ દેસાઈ અને પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી કેશુભાઈ દેસાઈ અને એકાઉન્ટન્ટ શ્રી ડી કે ચૌધરી તેમજ મોટી સંખ્યામાં તમામ સંસ્થાઓના સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈ બહેનો મનમૂકી ને ગરબા રમવામાં સહભાગી થયા હતા. અમેરિકાથી મંડળના પ્રમુખશ્રી માનસિંહભાઈ દેસાઈ વિડિઓ કોન્ફરન્સ દ્વારા હાજર રહીને ગરબા માણ્યા હતા. સંકુલમાં આશરે બે હજાર વિદ્યાર્થીઓના રંગબેરંગી પોશાકથી આખુ મેદાન મેઘધનુષ્યના સપ્ત રંગોથી છવાઈ ગયું હતું. કાર્યક્રમનું યુ ટ્યુબ પર પ્રસારણ કરવામાં આવ્યું હતું. ગરબા મહોત્સવના અંતે તમામ વિદ્યાર્થીઓને આવનાર વિધાન સભા ની ચૂંટણી માં નિષ્પક્ષ અને નીડર બનીને પોતાના કિંમતી માતાધિકાર નો ઉપયોગ કરવા માટે શપથ લેવામાં આવ્યા હતા અને છેલ્લે નાસ્તો કરાવવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.