*થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની સરોડી પ્રાથમિક શાળા ખાતે “સાઇબર ક્રાઇમ અવરનેસ”, “ગુડ ટચ અને બેડ ટચ” અને “ટ્રાફિક અવરનેસ” જેવા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન*
થાનગઢ: છેલ્લા ઘણા વર્ષોથી માનવીએ ટેક્નોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી છે. દિવસે ને દિવસે નવાનવા સાધનોની શોધ થઇ રહી છે. આજનો મનુષ્ય આખો દિવસ ટેક્નોલોજી સાથે જોડાયેલો રહે છે. પરંતુ આજના સમયમાં સાવધાન થવું એ પણ એટલુંજ જરૂરી છે. કારણ કે, એવું કહેવાય છે કે દરેક વસ્તુની હંમેશા બે બાજુ હોય છે, સકારાત્મક અને નકારાત્મક. ટેક્નોલોજીએ માનવીનું જીવન ઘણું સરળ બનાવી દીધું છે. પરંતુ તેની સામે ટેક્નોલોજીને લઈને થતા ગુનાઓ પણ એટલાજ ઘાતક સાબિત થઇ રહ્યા છે. મનુષ્ય આજે ઘણીવાર વસ્તુનો દુરુપયોગ કરતો થઇ જાય છે. જેમાં ખાસ તો ટેક્નોલોજી દ્વારા દિવસેને દિવસે ગુનાઓ થઇ રહ્યા છે. ભારત સરકાર દ્વારા પણ લોકજાગૃતિ આવે એ સંદર્ભે કાર્યો થઇ રહ્યા છે. તા.06/12/23ના બુધવારે થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની સરોડી પ્રાથમિક શાળા ખાતે થાનગઢ પોલીસ દ્વારા "સાઇબર ક્રાઇમ અવરનેસ" કાર્યક્રમ આયોજિત થયો હતો. સાઇબર ક્રાઇમથી બચવા કઈ પ્રકારની તકેદારી રાખવી જોઈએ?આજના દિવસોમાં સાઇબર ક્રાઇમ ખુબ વિશાલ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. સાઇબર ક્રાઇમ શું છે અને તેનાથી કઈ રીતે બચી શકાય તે વિશેની જરૂરી માહિતી વિદ્યાર્થીઓને અપાઈ હતી. આ સાથે જ પોલીસ દ્વારા ટ્રાફિક રુલ્સ અંગે માહિતી તેમજ વાહન ચલાવતી વખતે પોલીસ દ્વારા કયા પ્રકારના દસ્તાવેજ માંગવામાં આવે છે, તે અંગે પ્રથમ મૌખિક તથા ત્યાર બાદ વાહન ચાલકો પાસે રહેલાં ડોક્યુમેન્ટ અંગેનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન અંગેની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં બાળ સુરક્ષાના સર્વોચ્ચ મહત્વ પર ભાર મુકતા "ગુડ ટચ અને બેડ ટચ" સંબંધિત સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમની નોંધપાત્ર વિશેષતા ગુડ ટચ અને બેડ ટચ પુરુષ અને સ્ત્રી બંને વિદ્યાર્થીઓને અયોગ્ય સશક્ત બનાવવાનો હતો. જે આજના વાતાવરણમાં એક નિર્ણાયક કૌશલ્ય છે. અને સક્રિય પગલા તરીકે સેવા પણ આપે છે. આ સાથે જ કાર્યક્રમમા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને તે દ્વારા કરવામાં આવતી કામગીરીની માહિતી આપવામાં આવી હતી. સદર કાર્યક્રમમા સરોડી પ્રાથમિક શાળાના 220 થી 250 વિદ્યાર્થીની તથા 8 જેટલા શાળાના સ્ટાફને હાજર કુલ 4 પોલીસ કર્મચારીઓએ માહિતીનો લાભ આપ્યો હતો.
રિપોર્ટ જયેશભાઇ મોરી થાનગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.