હિંમતનગર નજીક આવેલ વક્તાપુર ગામ પાસે યાત્રી સુરક્ષા અભિયાન . - At This Time

હિંમતનગર નજીક આવેલ વક્તાપુર ગામ પાસે યાત્રી સુરક્ષા અભિયાન .


હિંમતનગર નજીક આવેલ વક્તાપુર ગામ પાસે યાત્રી સુરક્ષા અભિયાન .

પશ્ચિમ રેલ્વે આરપીએફ અમદાવાદના નિર્દેશાનુસાર હિંમતનગર આરપીએફના પીએસઆઇ હરેશ ચૌહાણ તેમજ સ્ટાફ ના માણસો દ્વારા આજરોજ 03/03/2025 ના હિંમતનગરની નજીક આવેલ વકતાપુર .ગઢા ગામ પાસે રેલવે અંડર બ્રિજ નજીક આજુબાજુમાં રહેતા ગામના લોકોને બોલાવી હિંમતનગર થી ખેડબ્રહ્મા ની નવી બ્રોડગેજ લાઈન નું કાર્ય ચાલુ હોવાથી તેમજ થોડા મહિનામાં નવી રેલ ગાડીઓ પણ ચાલુ થઈ જવાની હોવાથી આજુબાજુના રહેતા ગામના લોકોને રેલ્વે લાઈન પર નહીં ચાલવા. પોતાના પાલતુ જાનવરોના રેલવે લાઇન ની આસપાસ નહીં લાવવા તેમજ પોતાના બાળકોને રેલવે લાઈન થી દૂર રાખવા તેમજ રેલ્વે લાઈન તેમજ ગાડી પર પથ્થર નહીં ફેંકવા બાબત જાગૃત અભિયાન કરવામાં આવેલ.આ બાબતનું કડક રીતે પાલન કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવેલ .આ બાબતનો અમલ ન કરવાથી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે તે બાબત પણ જાગરૂક કરવામાં આવેલ .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image