જેતપુર સીટી પો.સ્ટે. ના ગુન્હામાં સરકારી નાણા રૂ. ૧૩ લાખની ઉચ્ચાપતમાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય
જેતપુર સીટી પો.સ્ટે. ના ગુન્હામાં સરકારી નાણા રૂ. ૧૩ લાખની ઉચ્ચાપતમાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી. જયપાલસિંહ રાઠૌડ સાહેબ નાઓ દ્રારા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ગુન્હાઓમાં નાસતા - ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય તેમજ એલ.સી.બી. શાખાના પો.ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.જી.બડવા તથા પો.સ.ઇ શ્રી એચ.સી. ગોહીલ ના માર્ગદશન હેઠળ નાસતા-ફરતા આરોપીઓની તપાસમા હતા તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો.સબ ઇન્સ., ડી.જી.બડવા તથા પો હેડ કોન્સ, નિલેશભાઇ ડાંગર તથા દિવ્યેશભાઇ સુવા નાઓની સંયુકત બાતમી આધારે જેતપુર સીટી પો.સ્ટે.ના ફસ્ટ ગુ.૨.નં ૩૧૪૦/૨૦૧૪ ગુજરાત મુલ્ય વર્ધીત વેરા અધિનિયમ ૨૦૦૩ ની કલમ- ૮૫(૧),(જ),(ચ),(છ) તથા કેન્દ્રીય વેરા અધિનિયમ ૧૯૫૬ ની કલમ - ૯(૭) મુજબના ગુન્હાના કામે છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપીને આંણદ જીલ્લાના પેટલાદ પો.સ્ટે. વિસ્તારના માણેજ ગામ ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી સારુ જેતપુર સીટી પો.સ્ટે ને સોંપેલ છે.
હસ્તગત કરેલ આરોપી
શૈલેષકુમાર રમણીકલાલ સંઘવી રહે. લક્ષ્મીનગર શાક માર્કેટ પાસે, મ્યુનિસીપાલીટી ત્રણ માળીયા, બ્લોક નં.૧૨ રૂમ નં.૨/૯૮ રાજકોટ હાલ રહે, માણેજ ગામ તા પેટલાદ જી. આણંદ
કામગીરી કરનાર ટીમ
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઈન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઈન્સ. ડી.જી.બડવા, પો.સબ ઇન્સ. એચ.સી.ગોહિલ તથા એ.એસ.આઈ. મહેશભાઈ જાની તથા પો.હેડ.કોન્સ. નિલેશભાઈ ડાંગર, દિવ્યેશભાઈ સુવા, ધર્મેશભાઇ બાવળીયા, વિરરાજભાઇ ધાંધલ, શક્તિસિંહ જાડેજા, વાસુદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભાવેશભાઈ મકવાણા, મેહુલભાઇ સોનરાજ, કૌશીકભાઇ જોશી, મહેશભાઇ સારીખડા, તથા ડ્રા પો.કોન્સ. અનિરૂધ્ધીંહ જાડેજા,
(વી.વી.ઓડેદરા) પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.