જેતપુર કોંગ્રેસમાં ભડકો...! તાલુકા કોંગ્રેસ પ્રમુખે જ ધર્યું રાજીનામુ: - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qm22h9ilhmt6kndj/" left="-10"]

જેતપુર કોંગ્રેસમાં ભડકો…! તાલુકા કોંગ્રેસ પ્રમુખે જ ધર્યું રાજીનામુ:


જેતપુર કોંગ્રેસમાં ભડકો...!
તાલુકા કોંગ્રેસ પ્રમુખે જ ધર્યું રાજીનામુ:

જેતપુર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર બદલાવવાની માંગ ન સંતોષવા નું કારણ ભૂત

જેતપુર તાલુકા પ્રમુખ કિરીટ પાનેલીયાએ કોંગ્રેસ પાર્ટી ને રાજીનામુ ધર્યું, કારણ કે જેતપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બદલાવવાની માંગ હતી જે તે સમયે આ વાત પ્રસ્તાવ પર ચર્ચા કરી ઘટતું કરવાની પાર્ટીના નેતાઓ દ્વારા હામી ભરવામાં આવી હતી, ત્યારે અંતે વિધાનસભાની ચુંટણી જાહેર થયા બાદ ઉમેદવારો ની જાહેરાત જરૂરી હોય જેમાં આ માંગણી ક્યાંક ને ક્યાંક ન સંતોષાતા આજે જેતપુર તાલુકાના કોંગ્રેસ પ્રમુખે કોંગ્રેસ નો હાથ છોડવાનું નક્કી કરી લી છ છે.

તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિરીટ પાનેલીયા એ ટિકિટ માટે દાવેદારી કરેલ જે પાર્ટી દ્વારા ટિકિટ ન અપાતા શક્તિ પ્રદશન પણ કરેલ છતાં પાર્ટીએ મંગેલ ટિકિટની માંગણીનો સ્વીકાર ન કરતા અંતે રાજીનામુ આપ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે જેતપુર-જામકંડોરણા માંથી કોંગ્રેસે દિપક વેકરીયાની પસંદગી કરી ટિકિટ ફાળવી હતી જેને લઈ અનેક તર્ક વિતર્ક સામે આવ્યા હતા જેમાં જેતપુર બેઠક ઉપરથી કોંગ્રેસ શહેર પ્રમુખ દિપક વેકરિયાની પસંદગી કરતા, જેતપુર ના બોરડી સમઢીયાળા ગામે

મીટીંગ કરીને વિરોધ દર્શાવ્યો હતો અને ઉમેદવાર બદલવાની માંગ કરી હતી જેમાં ખાસ કરી દિપક વેકરિયા સિવાય અન્ય કોઈ પણ ને ટીકીટ આપવાની કિરીટ પાનેલીયાએ માંગ કરી હતી, ત્યારે કિરીટ પાનેલીયાએ બોરડી સમઢીયાળા ગામે મિટિંગ દરમ્યાન કહ્યું હતું કે જે વ્યક્તિ ચૂંટણી લડવા માંગતા જ નથી છતાં પાર્ટીએ ટીકીટ આપી, જો ઉમેદવારની ફેર બદલી નહીં થાય તો રાજીનામુ આપવા સહિતની ચીમકી પણ ઉચ્ચારી હતી,એટલું જ નહીં કૉંગ્રેસ તાલુકા પ્રમુખ, પાલિકાના સભ્ય અને આગેવાનોની માં યોજાયેલી આ મીટીંગમાં જેતપુર શહેર અને તાલુકાના કાર્યકરો રાજીનામા આપશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી આ સિવાય, કોંગ્રેસના ઉમેદવાર દિપક વેકરિયા ને પાર્ટી એ ટીકીટ આપી હોવા છતાં હજુ કોઈ કાર્યકર્તા ને મળ્યા ન હોવાની સાથો સાથ દિપક વેકરિયા ટીકીટ લઈ કબાટમાં મૂકી દીધી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો, આટલા થી વાત પતિ નહીં દિપક વેકરિયા ની ડિપોઝીટ પણ જશે, અને દિપક વેકરિયા કરતા વધુ મત નોટાને મળશે આવી મિટિંગ દરમ્યાન ચર્ચા ઓ એ જોર પકડયું હતું ત્યારે વિધાનસભાની ચૂંટણી સમયે જ જેતપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિરીટ પાનેલીયા એ તેમના તમામ હોદા ઉપર થી રાજીનામું ધરતા જેતપુર કોંગ્રેસમાં ભૂચાલ આવ્યા બરાબર પરિસ્થિતિ નું સર્જન થયું છે.હવે જોવું રહ્યું જેતપુર કોંગ્રેસમાં ભડકો થતાં અન્ય પક્ષો ને આનો સીધો લાભ મળશે..? કે પછી કોંગ્રેસ છોડી ને કિરીટ પાનેલીયા ને લાભ થશે...?


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]