*બોટાદ જિલ્લામાં પશુઓને ખરવા-મોવાસાથી બચાવવા FMD રસીકરણ* ** *બોટાદ જિલ્લા પશુપાલન વિભાગના કર્મયોગીઓ દ્વારા સખપર મોટા, ગઢડા તુરખા, પોલારપુર, બરવાળામાં પશુપાલકોના ઘરે-ઘરે જઈ નિઃશુલ્ક રસીકરણ કરાયું* ** માહિતી બ્યુરો બોટાદ નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ પશુઓમાં ખરવા-મોવાસા રસીકરણની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા બોટાદના સખપર મોટા, ગઢડા તુરખા, પોલારપુર, બરવાળામાં પશુપાલકોના ઘરે-ઘરે જઈને નિશુલ્ક રસીકરણ કરવામાં આવ્યું હતું ખરવા-મોવાસા એક વાયરલ રોગ છે, જે સામાન્ય રીતે શિયાળામાં અને ઉનાળામાં વધુ જોવા મળે છે, જેમાં પશુને તાવ આવે છે અને મોં અને પગ પર ફોલ્લીઓ થાય છે, જે પાછળથી ચાંદામાં ફેરવાય છે. આનાથી પશુને ખાવા-પીવા અને ચાલવામાં તકલીફ પડે છે, મોઢામાંથી સતત લાળ પડે છે અને દૂધ ઉત્પાદન ઘટે છે. ક્યારેક બાળ પશુઓ મૃત્યુ પણ પામે છે. ખરવા-મોવાસાથી બચવા માટે પશુપાલકોએ રસીકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે. આ રોગ પશુઓનાં સ્વાસ્થ્ય પર ગંભીર અસર પહોંચાડે છે. જેથી દૂધ ઉત્પાદન ઘટી જાય છે. રસીકરણ દ્વારા પશુને ખરવા-મોવાસા રોગથી બચાવી શકાય છે. ખરવા-મોવાસા રોગને અટકાવવા તમામ પશુપાલકોએ અવશ્ય પોતાનાં પશુઓનું રસીકરણ કરાવવું જોઈએ તેમ બોટાદ જિલ્લા પશુપાલન અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવે છે. - At This Time

*બોટાદ જિલ્લામાં પશુઓને ખરવા-મોવાસાથી બચાવવા FMD રસીકરણ* ** *બોટાદ જિલ્લા પશુપાલન વિભાગના કર્મયોગીઓ દ્વારા સખપર મોટા, ગઢડા તુરખા, પોલારપુર, બરવાળામાં પશુપાલકોના ઘરે-ઘરે જઈ નિઃશુલ્ક રસીકરણ કરાયું* ** માહિતી બ્યુરો બોટાદ નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ પશુઓમાં ખરવા-મોવાસા રસીકરણની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા બોટાદના સખપર મોટા, ગઢડા તુરખા, પોલારપુર, બરવાળામાં પશુપાલકોના ઘરે-ઘરે જઈને નિશુલ્ક રસીકરણ કરવામાં આવ્યું હતું ખરવા-મોવાસા એક વાયરલ રોગ છે, જે સામાન્ય રીતે શિયાળામાં અને ઉનાળામાં વધુ જોવા મળે છે, જેમાં પશુને તાવ આવે છે અને મોં અને પગ પર ફોલ્લીઓ થાય છે, જે પાછળથી ચાંદામાં ફેરવાય છે. આનાથી પશુને ખાવા-પીવા અને ચાલવામાં તકલીફ પડે છે, મોઢામાંથી સતત લાળ પડે છે અને દૂધ ઉત્પાદન ઘટે છે. ક્યારેક બાળ પશુઓ મૃત્યુ પણ પામે છે. ખરવા-મોવાસાથી બચવા માટે પશુપાલકોએ રસીકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે. આ રોગ પશુઓનાં સ્વાસ્થ્ય પર ગંભીર અસર પહોંચાડે છે. જેથી દૂધ ઉત્પાદન ઘટી જાય છે. રસીકરણ દ્વારા પશુને ખરવા-મોવાસા રોગથી બચાવી શકાય છે. ખરવા-મોવાસા રોગને અટકાવવા તમામ પશુપાલકોએ અવશ્ય પોતાનાં પશુઓનું રસીકરણ કરાવવું જોઈએ તેમ બોટાદ જિલ્લા પશુપાલન અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.


નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ પશુઓમાં ખરવા-મોવાસા રસીકરણની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા બોટાદના સખપર મોટા, ગઢડા તુરખા, પોલારપુર, બરવાળામાં પશુપાલકોના ઘરે-ઘરે જઈને નિશુલ્ક રસીકરણ કરવામાં આવ્યું હતું
ખરવા-મોવાસા એક વાયરલ રોગ છે, જે સામાન્ય રીતે શિયાળામાં અને ઉનાળામાં વધુ જોવા મળે છે, જેમાં પશુને તાવ આવે છે અને મોં અને પગ પર ફોલ્લીઓ થાય છે, જે પાછળથી ચાંદામાં ફેરવાય છે. આનાથી પશુને ખાવા-પીવા અને ચાલવામાં તકલીફ પડે છે, મોઢામાંથી સતત લાળ પડે છે અને દૂધ ઉત્પાદન ઘટે છે. ક્યારેક બાળ પશુઓ મૃત્યુ પણ પામે છે. ખરવા-મોવાસાથી બચવા માટે પશુપાલકોએ રસીકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે.
આ રોગ પશુઓનાં સ્વાસ્થ્ય પર ગંભીર અસર પહોંચાડે છે. જેથી દૂધ ઉત્પાદન ઘટી જાય છે. રસીકરણ દ્વારા પશુને ખરવા-મોવાસા રોગથી બચાવી શકાય છે. ખરવા-મોવાસા રોગને અટકાવવા તમામ પશુપાલકોએ અવશ્ય પોતાનાં પશુઓનું રસીકરણ કરાવવું જોઈએ તેમ બોટાદ જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image