વડનગર સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ (GCAS) ફલેક્ષ બેનર વિતરણ કાર્યક્રમ યોજાયો - At This Time

વડનગર સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ (GCAS) ફલેક્ષ બેનર વિતરણ કાર્યક્રમ યોજાયો


વડનગર સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ (GCAS) ફલેક્ષ બેનર વિતરણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ (GCAS) ફ્લેક્ષ બેનર વિતરણ કાર્યક્રમ
સરકારી વિજ્ઞાન કોલેજ વડનગરમાં ધોરણ-૧૨ની પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર રાજ્યના વિધાર્થીઓને શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા GCAS પોર્ટલ મારફત પ્રવેશની કાર્યવાહી કરી શકે તે માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ (GCAS) ફ્લેક્ષ બેનર વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમના ભાગરૂપે અધ્યાપક ડો. નિશાંત યાદવ દ્વારા વડનગરની આસપાસની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ધોરણ-૧૨ની સરકારી, બિનસરકારી અને સ્વનિર્ભર એવી કુલ ૧૨ શાળાઓ ખાતે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) ફ્લેક્ષ બેનર લગાવવામાં આવ્યું હતું.
અધ્યાપક ડો. નિશાંત યાદવ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. જુદી-જુદી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટેની પ્રક્રિયા અંગે તેઓએ વિગતવાર માહિતી આપી હતી. તેઓએ શાળાઓના ધોરણ-૧૨માં ઉતીર્ણ થનાર વિધાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે યોગ્ય સંસ્થા કે યુનિવર્સીટીની પસંદગી કરવા અંગે અનુરોધ કર્યો હતો. સાહેબશ્રી એ કાર્યક્રમમાં ઉપસ્થિત આચાર્યશ્રી, સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image