શહેરા નગર ખાતે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ધામધુમથી ઉજવણી કરાઈ - At This Time

શહેરા નગર ખાતે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ધામધુમથી ઉજવણી કરાઈ


શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરાનગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીંચાંદના પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. નગરમાં આવેલા ઝુલેલાલ મંદિર ખાતે મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનોઓ ભગવાન ઝુલેલાલના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ચેટીચાંદને પર્વને લઈ એકબીજાને શુભકામનાઓ પાઠવામા આવી હતી. તહેવારને લઈને સિંધીસમાજ દ્વારા પોતાના વેપારધંધા પણ બંધ રાખવામા આવ્યા હતા.
પંચમહાલ જીલ્લામા સિંધી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. શહેરાનગરમા પણ સિંધી સમાજ પોતાના વેપારધંધા સાથે સંકળાયેલો છે. સમાજના મોટા ગણાતા પર્વ એવા ચેટીચાંદના પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. સિંધી સોસાયટી ખાતે ભગવાન ઝુલેલાલનુ મંદિર આવેલુ છે.સવારથી મોટી સંખ્યામા સિંધી સમાજના ભાઈઓ,બહેનો,યુવાનો, વડીલો એ ભગવાન ઝુલેલાલના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સૌ ભાઈઓ બહેનો નવા કપડા પહેરીને નજરે પડતા હતા. ચેટીચાંદ પર્વની એકબીજાને હાર્દિક શુભકામનાઓ પણ પાઠવી હતી. સાથે ડીજેના તાલે આયો લાલ ઝુલેલાલના ગીત પર સૌ કૌઈ ઝુમતા નજરે પડ્યા હતા. ચેટીચાંદના પર્વને લઈને વેપાર ધંધા બંધ રાખ્યા હતા. સાંજના સમયે શોભાયાત્રામા મોટી સંખ્યામા લોકો ઝુમ્યા હતા. શહેરાનગરમાં ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.