જ્યોત ફાઉન્ડેશન દ્વારા રંગીલો દિવ્યાગો પોગ્રામ આયોજન કરેલ - At This Time

જ્યોત ફાઉન્ડેશન દ્વારા રંગીલો દિવ્યાગો પોગ્રામ આયોજન કરેલ


જ્યોત ફાઉન્ડેશન અમદાવાદ કે જે બધા જ પ્રકારના દિવ્યાંગો માટે કાર્યરત નોન પ્રોફીટેબલ એનજીઓ છે તેના દ્વારા તારીખ ૧૪.૦૩.૨૦૨૫ શુક્રવાર ના રોજ ધુળેટીના પર્વ નિમિત્તે દિવ્યાંગો માટે "રંગીલો દિવ્યાંગ" કાર્યક્રમનું આયોજન કરેલ .જેમાં 500 થી પણ વધુ દિવ્યાંગો એ ભાગ લીધેલ.અમદાવાદમાં સૌથી વધુ રજીસ્ટર 1300 થી વધુ સભ્ય સંખ્યા ધરાવતી આ સંસ્થા છેલ્લા આઠ વર્ષથી કાર્યરત છે રંગીલો દિવ્યાંગ કાર્યક્રમમાં દિવ્યાંગો એ મન ભરીને ડીજે સાથે ડાન્સ કર્યો ફૂલો તથા રંગોથી હોળી રમ્યા તથા ખુબ સરસ ટ્રેડિશનલ જમણ જમ્યા. કનિષાબેન તેલી અને તેમના ગ્રુપે છાશ સેવા તથા પીરસવાની સેવા પૂરી પાડી શ્રી કામેશ્વર મહાદેવ ટ્રસ્ટ તરફથી જમણવારનો ખર્ચ ઉપાડી લેવામાં આવ્યો જાણીતા સિંગર શ્રી સંજયભાઈ મોદીએ દિવ્યાંગોને ખુબ સુંદર ગીતો ગાઈને ખુશ કરી દીધા. હંમેશા પડખે રહેતા એવા નારણપુરા વિસ્તારના કોર્પોરેટર શ્રી જયેશભાઈ પટેલે કાર્યક્રમની જગ્યા માટે મદદ કરી શ્રીમતી ગીતાબેન પટેલે પાણીની વ્યવસ્થા પૂરી પાડી. આ ઉપરાંત નારણપુરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ભગત ટીમ સાથે ઉપસ્થિત રહ્યા અને દિવ્યાંગોને આશીર્વાદ આપ્યા.આ ઉપરાંત શ્રીમતી બીનાબેન મુકેશભાઈ પટેલ પ્રમુખ લાયન્સક્લબ અમદાવાદ સીટી, શ્રીમતી પૂનમ પાંચાણી ક્રિમિનલ એડવોકેટ શ્રીમતી ભૈરવી કોશિયા ક્યાંક નામ નૃત્યાંગના ન્યુઝ રીડર અભિનેત્રી તથા શ્રી સચિન શાહ ફાઉન્ડર વી હેલ્પ ફાઉન્ડેશને ખાસ હાજરી આપી . ગુજરાતી મુવી જીજા સાલા જીજા ના કલાકારો એ હાજર રહી દિવ્યાંગોનો ઉત્સાહ વધાર્યો જ્યોત ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ કમિટી મેમ્બર્સ તથા વોલેન્ટિયર ની ટીમે દિવ્યાંગોને સહેજ પણ તકલીફ ન પડે તે રીતનું સુંદર આયોજન કર્યું સંસ્થાના પ્રમુખ જ્યોતિબેન શાહ કે જેઓ પોતે પણ ૯૦% દિવ્યાંગ છે તેઓએ જણાવ્યું કે દિવ્યાંગોના બેરંગ જીવનમાં થોડા રંગો ભરી ખુશી આપવાનું કામ અમારી સંસ્થા કરે છે અમારી સંસ્થા દિવ્યાંગોના સર્વાંગી વિકાસ માટે વિવિધ કાર્યો કરે છે જેના માટે અમારે સમાજના સહકારની જરૂર છે જેઓ રીયલ એનજીઓને મદદ કરવા ઈચ્છતા હોય તેઓ અમારો સંપર્ક કરી શકે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image