માલપુરમાં આંતરરાષ્ટ્રીય ઊર્જા દિવસની ઉજવણી કરાઈ, ઊર્જા બચતનાં સાધનોનું નિ:શુલ્ક વિતરણ કરાયું
સમગ્ર દેશમાં ૩જીમેનો દિવસ આંતર રાષ્ટ્રીય ઊર્જા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માનવજીવન માટે પર્યાવરણ અને ઉર્જા સંરક્ષણ અને બચત ખૂબ મહત્વ ધરાવે છે, જેને અનુલક્ષી રાજ્યની અગ્રીમ વૃક્ષ ઉછેર માલપુર ગ્રામ વન વિકાસ મંડળ દ્વારા આંતર રાષ્ટ્રીય ઉર્જા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ છે. આ કાર્યક્રમમાં માટલાઓનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં બ્રહ્મસમાજના વરિષ્ઠ આગેવાન વિક્રમભાઈ ગોર, વેપારી બંધુ પ્રકાશભાઈ કોઠારી, પુર્વ ચીફ એકાઉન્ટ ઓફિસર ભુપતસિંહ ચૌહાણ, નાગરિક બેંક એમ.ડી. યોગેશભાઈ પંડ્યા, સરપંચ મહેશભાઈ ઉપાધ્યાય, નિવૃત્ત કર્મચારી દલસુખભાઈ વણકર, મગનભાઈ પ્રણામી સહિત મોટી સંખ્યામાં સ્વ સહાય જૂથના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન યુવક મંડલ પ્રમુખ જસવંતસિંહ ગોહિલે કર્યુ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.