હળવદ સોની સમાજ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ માં 111 બ્લડ ની બોટલ એકત્ર થઇ
આજરોજ હળવદ મધ્યે આવેલ શ્રી વાઘેશ્વરી માતાજી ના મંદિર ખાતે શ્રી હળવદ સોની સમાજ દ્વારા સ્વૈચ્છિક રકતદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પ માં 111 બ્લડ ની બોટલ એકત્ર કરવામાં આવી હતી આ કેમ્પ માં સર્વ જ્ઞાતિ ના રક્તદાતાઓ એ ઉદાર હૃદયે રક્તદાન કર્યું હતું રક્તદાન કરનાર રક્તદાતાઓ ને આકર્ષક ગિફ્ટ આપી સન્માન પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું સાથે ચા - કોફી - નાસ્તા અને અમૂલ ફ્લેવર દૂધ ની બોટલ ની પણ વ્યવસ્થા આયોજકો તરફથી ઉત્સાહભેર કરવામાં આવી હતી અને આ કેમ્પ માં એકત્રિત થયેલ બ્લડ ની બોટલ મોરબી ખાતે સંસ્કાર બ્લડ બેંક માં થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે અને લોહી ની જરૂરિયાત છે તેવા દર્દી નારાયણ માટે ઉપયોગ માં લેવામાં આવશે... આ કાર્યક્રમ માં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ના મહંત પૂજ્ય દીપકદાસજી મહારાજ , તાલુકા સંઘચાલક દિલીપભાઈ સોની , બિપીનભાઈ દવે , ગોવિંદભાઈ ભરવાડ , રમેશભાઈ પટેલ તથા વેપારી મહામંડળ પ્રમુખ વિનુભાઈ પટેલ તથા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ ઘનશ્યામભાઈ દવે, રોટરી ક્લબ ના પ્રમુખ રોહિતભાઈ ઠક્કર સહિત સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા આ કેમ્પ માં નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ ને સફળ બનાવવા હળવદ સોની સમાજ ના સેવાભાવી યુવાનો અને વડીલો એ ભારે જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.