વિસાવદરના માર્કેટિંગ યાર્ડના મુખ્યમંત્રીના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં જિલ્લા ભાજપ પ્રમુખનું નામ ગાયબ
વિસાવદરના માર્કેટિંગ યાર્ડના મુખ્યમંત્રીના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં જિલ્લા ભાજપ પ્રમુખનું નામ ગાયબ
.વિસાવદરના માડાવડ ખાતે આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી પધારતા હોય તેનું આમંત્રણ કાર્ડ વહીવટી તંત્રના નામની છપાયું હોય તેવું કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હોય તે કાર્ડમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા નું નામ ગાયબ કરી દેવામાં આવેલ છે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખનું કોઈ માન ન હોય તેવી સ્થિતિ ઉભી થયેલી છે લોકોમાં ચાલતી ચર્ચા મુજબ જેમના આંગણે આ કાર્યક્રમ યોજાઈ રહીયો છે તેવા યાર્ડના પ્રમુખ પણ જિલ્લા ભાજપના પ્રમુખની રેસમાં હતા અને તેના કારણે કોઈ મનદુઃખ હશે અથવા તો જિલ્લાના અન્ય આગેવાનને પૂછ્યા વગર શુ વહીવટી તંત્ર આવી ભૂલ કરે ખરા તેવો પ્રશ્ન લોકોમાં ઉઠી રહીયો છે ત્યારે ભાજપના એક દલિત સમાજના આગેવાન દ્વારા પોતાનું નામ ન આપવાની શરતે દલિત હોવાથી નામ કાઢી નાખ્યાનો ઉલ્લેખ કરેલો હતોઆ બાબતે ટુક સમયમાં દલિતો એકઠા થઇ આવનારી ચૂંટણી માં જવાબ આપશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.અને વિધાનસભા ની ચૂંટણીમાં દલિતોના મત સતરથી અઢાર હજાર હોવા છતા અન્યાય શા માટેથોડા સમય પહેલા ચાપરડા ગૃહમંત્રી આવેલ ત્યારે પણ જિલ્લા પ્રમુખની ખુરશી પાછળ હતી તેમને કોઈ મહત્વ આપવામાં આવેલ નહિ તેનું પુનરાવર્તન કરાઈ રહીયું છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
