મહીસાગર : બાલાસિનોર અમદાવાદ હાઇવે પર વહેલી સવારે અકસ્માત માં 4 ના મોત - At This Time

મહીસાગર : બાલાસિનોર અમદાવાદ હાઇવે પર વહેલી સવારે અકસ્માત માં 4 ના મોત


બાલાસિનોર ના ઓથવાડ ગામ ના 4 લોકો નું અકસ્માતમાં મોત

બાલાસિનોર અમદાવાદ હાઇવે પર લાડવેલ ચોકડી પાસે ની ઘટના

કાર ની વચ્ચે ગાય આવી જતા સર્જાયો અકસ્માત

કઠલાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર રાત્રિ દરમિયાન એક ઈકો કાર અને ગાય વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી ઓઢવાડ જતી વખતે અચાનક હાઇવે પર ગાય આવી જતાં કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. મૃતકો બાલાસિનોરના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

કઠલાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

કઠલાલ પાસેથી અમદાવાદ-ઈન્દોરને જોડતો હાઈવે પસાર થાય છે. ગતરોજ મોડીરાત્રે અહીંયાથી ઈકો કાર નંબર (GJ 35 N 1079) પસાર થઈ રહી હતી. આ દરમિયાન રોડ વચ્ચે એકાએક ગાય આવી ગઈ હતી. જેથી ઈકો કાર ચાલકે કારના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ કાર હાઈવેના ડિવાઈડર પર ચઢી ગઈ હતી. ત્યારબાદ લાઈટના લોખંડના પોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારનો આગળના ભાગનો લોચો વળી ગયો હતો. તો બીજી તરફ કારમાં સવાર કારચાલક સહિત 4 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

અકસ્માતને પગલે લોકોનાં ટોળા ઉમટ્યાં

આસપાસના લોકો અકસ્માત સમયે દોડી આવ્યા હતા અને 4 લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. તો વળી કારમાં સવાર એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ બાદ કઠલાલ પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી. તપાસ અધિકારી કઠલાલ પીઆઈ એમ.વી.ભગોરાએ જણાવ્યું કે, ઈજાગ્રસ્ત ફરિયાદી સંજય પુજેસિહ ઠાકોરની ફરિયાદના આધારે ગુનો દાખલ કરાયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ બનાવમાં કુલ 4 લોકોના મોત નીપજ્યા છે. જેમાં કારચાલક સહિત 4નો સમાવેશ થાય છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image