મેંદરડા જૂની ગ્રામ પંચાયત પાસે ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાગટ્ય જન્મોત્સવ ધામધૂમ પૂર્વક નગરજનો વચ્ચે ઉજવવામાં આવ્યો
મેંદરડા જુની ગ્રામ પંચાયત પાસે ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાગટ્ય જન્મોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો
નગરજનો દ્વારા મટુકી ઉત્સવ, હિંડોળા દર્શન,નંદ ભયો,મહા આરતી,રાસ ગરબા મહાપ્રસાદ વગર નો લાભ લીધો
મેંદરડા નગરમાં જુની ગ્રામ પંચાયત પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો ત્યારે કહેવાય છે કે શ્રાવણ વદ આઠમની રાત્રે શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયેલ છે ત્યારે શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમગ્ર જગ્યાએ વિવિધ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે જ્યારે મેંદરડા નગરમાં હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા વિવિધ ફ્લોટ્સ રજુ કર્યા હતા અને લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન ભાઈઓ બહેનો દ્વારા રાસ ગરબા રાત્રિના સમયે ધોધમાર વરસતાં વરસાદ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મટુકી ઉત્સવ હિંડોળા દર્શન નંદ ભયો મહા આરતી રાસ ગરબા વગેરે વિવિધ કાર્યક્રમો નગરજનો દ્વારા કરવામાં આવ્યા હતા આ સમગ્ર જન્મોત્સવ દરમિયાન વિવિધ પ્રકારના પ્લોટ્સ નિશુલ્ક બનાવી આપનાર દિનેશ ભાઈ મકવાણા નું હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું આ ધાર્મિક મહોત્સવમાં નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રીપોટીગ -કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.