રાજકોટ મહાનગરપાલિકા ભૂગર્ભ ગટર તથા મશીન હોલની સફાઈ માટે સેફ્ટીના સાધનોના વપરાશ.
રાજકોટ શહેર તા.૪/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા બેડીનાકા ખાતે ભૂગર્ભ ગટર તથા મશીન હોલની સફાઈ કામગીરી સાથે સંકળાયેલ સફાઈ કામદારો/વ્યક્તિઓની કામગીરી દરમ્યાન સેફ્ટીના સાધનોના વપરાશ તથા સુએજ માં ઉતપન્ન થતા હાઈડ્રોજન સલ્ફાઈડ, મિથેન, કાર્બન ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ જેવા ઝેરી વાયુ કે જે શ્વસન સંબંધીત સમસ્યાઓ સર્જી શકે છે તેમજ જીવલેણ સાબીત થઈ શકે છે. તેવી જ રીતે મિથેન વાયુની ૫% (LEL) સુધીની માત્રા જ્વલંતશીલ સાબીત થઈ શકે છે તથા જીવલેણ અકસ્માત સર્જી શકે છે. આ કામગીરી સાથે સંકળાયેલા કામદારો સાથે ભવિષ્યમાં આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સેફ્ટીના સાધનોનો યોગ્ય ઉપયોગ કરવાથી તથા સફાઈ કામગીરીની યોગ્ય SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર) અનુસરવાથી શક્ય અકસ્માતો નીવારી શકાય છે. જે ધ્યાને લઈને ડ્રેનેજ પ્રોજેકટ (ઈલે/મિકે) શાખા દ્વારા સેફ્ટી ટ્રેનીંગ યોજવામાં આવેલ. જેમાં ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાના પી.એમ.કાસુન્દ્રા, મદદનીશ ઇજનેર રાજેશ રાઠોડ, ગૌરવ પુરબિયા, કે.કે.ચૌહાણ, વર્ક આસીસ્ટન્ટ રવી સોલંકી, સી.બી.દવે, નવધણ.જે.પ્રજાપતી તથા કેમિસ્ટ કે.કે.વ્યાસ, એમ.જે.રાઠોડ, એમ.જે.ગોહિલ તેમજ તમામ ૧૮ વોર્ડ ના ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર, મદદનીશ એન્જીનીયર/અધિક મદદનીશ એન્જીનીયર, વર્ક આસીસ્ટન્ટ, સેનેટરી ઇન્સ્પેક્ટર તથા આ કામગીરી સાથે સંકળાયેલ એજન્સીઓના પ્રતિનિધીઓ (કોન્ટ્રાક્ટર) તેમજ તમામ સફાઈ કામદારોને બેડીનાકા અને કેમીસ્ટ દ્વારા સેફ્ટીના સાધનોના વપરાશ તથા ભૂગર્ભ ગટર તથા મશીન હોલની સફાઈ કામગીરી અંગેની યોગ્ય SOP અંગેની વિસ્તાર પૂર્વક માહિતી આપવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાના ભૂગર્ભ ગટર તથા મશીન હોલની સફાઈ કામગીરી સાથે સંકળાયેલ એજન્સીઓ તેમજ તેમના કામદારોને સેફ્ટીના સાધનોના વપરાશ તથા સલામતી અંગે જાગરુકતા ખાતર તેમજ જાણકારી મળે તથા સતર્કતા રહે તે હેતુથી આ સેફ્ટી ટ્રેનીંગનુ આયોજન કરવામાં આવેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
