ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામનાં રસ્તા ખાડામાં ખાડામાં રસ્તા તાત્કાલિક રસ્તા બનાવવા લોકોએ કરી માંઞ - At This Time

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામનાં રસ્તા ખાડામાં ખાડામાં રસ્તા તાત્કાલિક રસ્તા બનાવવા લોકોએ કરી માંઞ


તા:12 ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં આવેલ બોડીદર ગામના અનેક રસ્તાઓમાં સી.સી.સી રોડ પણ નથી અને બ્લોકનું કામ પણ બાકી હોય તો અત્યારે હાલ ચોમાસામાં લોકોને ગંદા પાણીમાંથી પ્રચાર થવું પડતું હોય જેમાં નાના બાળકોને સ્કૂલે જવામાં પણ ઘણી મુશ્કેલી વેઠવાનો વારો આવે છે ત્યારે આ રસ્તા ક્યારે બનશે ??? એવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે જેમાં થોડા દિવસ પહેલા સરકારી પ્રાથમિક શાળાની ત્યાંથી સાદો આર.સી.સી રોડનું કામ મંજૂર થયું હતું જે રોડ 900 મીટર મંજૂર થયો હોય અને 300 મીટર કામ કરીને કામ અટકી પડતા અને કોન્ટ્રાક્ટર દ્રારા ખાડામાં વચ્ચે કાંકરીનો ઢગલો કરી દેતા વાહન ચાલકોને ચાલવું પણ મુશ્કેલ છે આજે આ રસ્તા ઉપર પણ લોકોને ચાલવું મુશ્કેલ સમાન છે

જેમાં બોડીદર ગામમાં નવું નવા પરા વિસ્તારના રસ્તાની હાલત પણ બેહતર છે અને સરકારી પ્રાથમિક શાળાના રસ્તાની પણ હાલત બેહતર દેખાઈ રહી છે અને વણકરવાસ વિસ્તારમાં પણ રસ્તાની હાલત બેહતર દેખાઈ રહી છે ત્યારે આજે બાળકોને સ્કૂલે જવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેમાં આજે પણ મોટા મોટા ખાડા પડી જતા રસ્તા ખાડામાં ખાડામાં રસ્તા હોય ત્યારે વાહન ચાલકોને પણ વાહનો ચલાવવા મુશ્કેલી થતી જોવા મળે છે જેમાં રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની વાતો કરવામાં આવે છે કે ગ્રામ્ય વિસ્તારમાં સી.સી રોડ અને બ્લોકથી મઢી દેવામાં આવશે એવી ખાલી વાતો થાય છે પણ ગ્રામ્ય વિસ્તારના રસ્તાની હાલત બેહતર જોવા મળે છે તો ક્યાં સુધી થશે વિકાસની વાતો ??? અને આવા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓનું કામ એવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે

જેમાં ચૂંટણી આવે એટલે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય કે ગ્રામ પંચાયત લોકોને ખાલી ઠાલા વચનો આપી અને વિકાસના કામોની વાતો કરવામાં આવે છે તો ક્યાં સુધી આવાં ખોટા વચનો આપવામાં આવશે અને પ્રજાનું કોણ સાંભળશે ??? આવાં વચનો પણ ખરેખર વાસ્તવિક અલગ જ દેખાઈ રહ્યા છે એવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે તો શું તંત્રની ઢીલી નીતિથી આવા કામ થાય છે ??? કે સરકારની ઢીલી નીતિથી આવા કામ થાય છે ??? એ પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે તો રાજ્ય સરકાર દ્વારા બોડીદર ગામના તમામ રસ્તાનું તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે અને તાત્કાલિક સી.સી.સી રોડ અને બ્લોકનું કામ કરવામાં આવે એવી પણ લોક માંગણી ઉઠવા પામી છે

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.