ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બોડીદર ઝાંઝરીયા વચ્ચેનો 2 કિલોમીટર રસ્તો વિવાદોમાં ટલે ચડી જતાં તાત્કાલિક રસ્તો બનાવવા લોકોએ કરી માંઞ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/trswyvcmbg8vkzyx/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બોડીદર ઝાંઝરીયા વચ્ચેનો 2 કિલોમીટર રસ્તો વિવાદોમાં ટલે ચડી જતાં તાત્કાલિક રસ્તો બનાવવા લોકોએ કરી માંઞ


તા:12 ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બોડીદર થી ઝાંઝરીયા જે ગીર ગઢડા તાલુકા સાથે જોઈટીંગ રસ્તો હોય આ રસ્તાઓ ઞીર ઞઢડા તાલુકાએ જવા માટે અનેક લોકો કામકાજ માટે કાયમી વાહનો લઈને પણ પ્રચાર થતાં હોય છે આજે આ રસ્તાનું કામ વિવાદોમાં પડી જતા આ રસ્તો અટકી પડતા લોકો પરેશાન જેમાં આ રસ્તાનું કામ 5 મહિના પહેલા ઝાંઝરીયા ગ્રામ પંચાયતના સરપંચે કોન્ટ્રાક્ટ દ્વારા સાઇડો ચોખી નાં થતાં અટકાવ્યું હતું ત્યારે કોન્ટ્રાક્ટ દ્વારા ફરી સાઇડો ચોખી કરીને આ રસ્તાનું કામ ધીમે ધીમે શરૂ કરવામાં આવ્યું હતું જેમાં આ રસ્તા ઉપર કાંકરી પથરાઈ જતા આજે વાહન ચાલકોને ગાડી ચલાવી પણ મુશ્કેલ સમાન હોય આ રસ્તાનું કામ ઝડપી પૂર્ણ કરવામાં આવે અને તાત્કાલિક ડામર પાથરવામાં આવે જેથી કરીને લોકો પરેશાન નાં થાય એવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે જ્યારે આ રસ્તો આઝાદી વખતથી વિવાદમાં ચાલતો આવતો હોય ત્યારે ખરેખર કોન્ટ્રાટોક દ્વારા અને તંત્ર દ્વારા કાયદેસર રસ્તો બનતો હોય એ રીતે યોગ્ય કરીને તાત્કાલિક રસ્તો બનાવે એવી પણ લોકોએ માંગણી કરી છે

અત્યારે આ રસ્તો ઝાંઝરીયા થી બોડીદર 2 કિલોમીટરનો રસ્તો હોય જ્યાં ભયંકર નદી પ્રચાર થાય છે ત્યાં આઝાદી વખતથી પુલ પણ બનાવવામાં આવતો નથી આ રસ્તા ઉપર ઝાંઝરીયા બોડીદર સોનપરા ગામનાં ખેડૂતોની હજારો વીઘા જમીન આવેલ હોય ત્યારે ચોમાસુ શરૂ થતાની સાથે આ નદીમાં પાણીનું ઘોડાપૂર આવવાથી અનેક ખેડૂતો વાડીએ પણ જઇ શકતા નથી તેમનાં બાળકો પણ અભ્યાસથી વંચિત રહી જાય છે અને ખેડુતોને માલઢોર પણ બે-બે દિવસ ભુખ્યા રહી જાય છે એવી પરિસ્થિતિ પણ દર વર્ષે આ પુલ નાં બનવાનાં કારણોથી જોવા મળે છે જેમાં રાજ્ય સરકારને અનેક વખત તાલુકા પંચાયતના સદસ્ય તેમજ ગ્રામ પંચાયતના સરપંચોએ પણ આ પુલની લેખિત મૌખિક પણ માંગણી કરવામાં આવતાં સરકાર કે તંત્રને પેટમાં પાણી હલતું નથી સરકાર પાસે નદીનું પાણી ખાણોમાં પહોંચાડવાના પૈસા હોય તો પુલ બનાવવા માટે પૈસા નથી ??? એવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે તો આ રસ્તાનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને તાત્કાલિક કામ પૂર્ણ કરવામાં આવે એવી લોક માંઞણી ઊઠવા પામી છે

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]