બોટાદ ખાતે દર મંગળવારે જિલ્લાના વિવિધ તાલુકામાંથી આવેલા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ પેદાશોનું સીધું વેચાણ
બોટાદ ખાતે દર મંગળવારે જિલ્લાના વિવિધ તાલુકામાંથી આવેલા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ પેદાશોનું સીધું વેચાણ
બોટાદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તથા અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયની પ્રેરણા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયાના માર્ગદર્શનથી આત્મા પ્રોજેક્ટ તથા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી બોટાદ ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.ચીફ ઓફિસર,બોટાદ નગરપાલિકા દ્વારા નગરપાલિકા શોપિંગ સેન્ટર, શાકમાર્કેટ પાસે, બોટાદ ખાતે દર મંગળવારે સવારે ૮:૦૦ થી બપોરે ૧૬:૦૦ સુધી ખેડૂતો પોતાની પેદાશોનું વેચાણ કરી રહ્યા છે. જે અન્વયે બોટાદ જિલ્લાના વિવિધ તાલુકામાંથી આવેલા ખેડૂતો દ્વારા ગ્રાહકોને અનાજ, કઠોળ, શાકભાજી વગેરેનું સીધું વેચાણ કરવામાં આવી રહ્યું છે.ઉપરાંત દર મંગળવારે સાંજે ૧૬:૦૦થી ૧૮:૩૦ સુધી સહેલી કેન્ટીન પાસે, જિલ્લા પંચાયત,બોટાદ ખાતે આ પ્રકારનું આયોજન પણ વિશેષ રીતે કરવામાં આવે છે.જેનો સૌ બોટાદવાસીઓ લાભ લે તેમ બોટાદ જિલ્લાના પ્રોજેક્ટ ડાયરેક્ટર,આત્મા દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.