વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ દૈનિક ટ્રેનમાં 1લી માર્ચથી અતિરિક્ત સ્લીપર કોચ લગાવવામાં આવશે - At This Time

વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ દૈનિક ટ્રેનમાં 1લી માર્ચથી અતિરિક્ત સ્લીપર કોચ લગાવવામાં આવશે


વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ દૈનિક ટ્રેનમાં 1લી માર્ચથી અતિરિક્ત સ્લીપર કોચ લગાવવામાં આવશે

આગામી ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખીને, મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનની વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન (22958/22957)માં હંગામી ધોરણે વધારાનો સ્લીપર કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃ
વેરાવળથી ગાંધીનગર કેપિટલ સુધી ચાલતી વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન (22958)માં તારીખ 01.03.2025 થી 30.04.2025 સુધી એક વધારાનો સ્લીપર કોચ લગાવવામાં આવશે.
તેવી જ રીતે, ગાંધીનગર કેપિટલથી વેરાવળ જતી ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન (22957)માં એક વધારાનો સ્લીપર કોચ ગાંધીનગર કેપિટલથી તારીખ 02.03.2025 થી 01.05.2025 સુધી લગાવવામાં આવશે.

માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image