ભક્તકવિ નરસિંહ મહેતા ઝુઓલોજી વિભાગનાં શોધસ્કોલર અને યુનિ.નાં પીએચ.ડી. અભ્યાસરત છાત્રો માટે માઈક્રોસ્કોપીક અને સ્પેકટ્રોસ્કોપીક કાર્યક્રમ યોજાયો
ભક્તકવિ નરસિંહ મહેતા ઝુઓલોજી વિભાગનાં શોધસ્કોલર અને યુનિ.નાં પીએચ.ડી. અભ્યાસરત છાત્રો માટે માઈક્રોસ્કોપીક અને સ્પેકટ્રોસ્કોપીક કાર્યક્રમ યોજાયો
વિજ્ઞાનમાં શોધકર્તા વિદ્યાર્થીઓને મળતી આધુનિક જ્ઞાનપિરસતી તાલીમ થકી જ્ઞાનવર્ધન થતુ હોય છે - પ્રો.(ડો.) અતુલ બાપોદરા, કૂલપતિ
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં જીવવિજ્ઞાન વિભાગ તળે કાર્યરત ઝુઓલોજી યુનિટ દ્વારા માઈક્રોસ્કોપીક અને સ્પેકટ્રોસ્કોપીક વિષય ઉપલક્ષ્યે માઈક્રોસ્કોપના પ્રકાર (કમ્પાઉન્ડ માઈક્રોસ્કોપ, સ્ટીરિયોઝૂમ માઇક્રોસ્કોપ, ફ્લોરોસેન્સ માઇક્રોસ્કોપ અને ફેઝ-કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ) અને
વિવિધ સ્પેક્ટ્રોસ્કોપી તકનીકો. વિવિધ પ્રકારના માઇક્રોસ્કોપ અને સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા આવરી લેવામાં આવતી એપ્લિકેશન, ડિજિટલ ઇમેજિંગ અને વિશ્લેષણ અને તેનાં વપરાશ દરમ્યાન થતી મુશ્કેલી તથા નિવારણ અંગે છાત્ર માર્ગદર્શન આપતો બે દિવસીય વર્કશોપ યોજાયો હતોમાઈક્રોસ્કોપીક અને સ્પેકટ્રોસ્કોપીક વિષય પર મેગ્નસ ઓપ્ટો સીસ્ટમ પ્રા. લીમીટેડનાં મનિષ કથુરીયાએ શોધ સ્કોલર્સ અને પીએચ.ડી. નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ કે માઇક્રોસ્કોપએ અતિસૂક્ષ્મ વસ્તુ(નમૂના)ને વિવર્ધિત કરી જોવા માટેનું ઉપકરણ છે. તેના વડે સૂક્ષ્મ વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે. માઇક્રોસ્કોપ વડે જોવાની વસ્તુને સામાન્યત: 'નમૂનો' કહેવામાં આવે છે. માઇક્રોસ્કોપ વિજ્ઞાન-ક્ષેત્રે અતિ મહત્વનું ઉપકરણ છે.માઈક્રોસ્કોપ એ એક સાધન છે જેનો ઉપયોગ નરી આંખે જોઈ શકાય તેટલી નાની વસ્તુઓને જોવા માટે થાય છે. માઈક્રોસ્કોપ લેન્સ અને રોશનીનાં સંયોજનનો ઉપયોગ નમૂનાની ઝીણી વિગતોને વિસ્તૃત કરવા અને ઉકેલવા માટે કરે છે, ફ્લોરોસેન્સ માઇક્રોસ્કોપ, સ્ટીરિયો-ફ્લોરોસેન્સ માઇક્રોસ્કોપ્સ, સ્ટીરિયો માઇક્રોસ્કોપ, જૈવિક માઇક્રોસ્કોપ, ધ્રુવીકરણ માઇક્રોસ્કોપ, મેટલર્જિકલ માઇક્રોસ્કોપ જેવા અનેક માઈક્રોસ્કોપનાં ઘણાં વિવિધ પ્રકારો છે, આધુનિક સ્પેક્ટ્રોસ્કોપ અને સ્પેક્ટ્રૉમિટર (સ્પેક્ટ્રૉમિટર એટલે જુદી જુદી તરંગલંબાઈ પર રહેલ વિકિરણ-ઊર્જા માપતું સાધન છે. ખનિજ જેવા પદાર્થમાં રહેલ વિવિધ તત્વોની ઓળખ માટે જ્યોત વર્ણપટવિજ્ઞાનની પદ્ધતિ વ્યાપક ઉપયોગમાં લેવાય તેવા સ્પેક્ટ્રમશાસ્ત્રના અભ્યાસમાં વપરાતા ઉપકરણન-ક્ષેત્રે છેલ્લાં પચાસ વર્ષમાં થયેલ હરણફાળ અંગે જાણકારી આપી હતી.યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) અતુલભાઇ બાપોદરાએ જણાવ્યુ હતુ કે વિજ્ઞાનનાં વિદ્યાર્થીઓને મળતી આધુનિક જ્ઞાનપિરસતી તાલીમ થકી જ્ઞાનવર્ધન થતુ હોય છે, કાર્યક્રમને સફળ બનાવવા ડો. જતીન રાવલે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ અસ્વિન પટેલ જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
