૧૦ જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ
૧૦ જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ
વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરીએ અને રાષ્ટ્રીય હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. હિન્દીને ભારતમાં જ સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો હતો જેથી 14 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ મનાવાય છે.
દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ (World Hindi Day) મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો ઉદ્દેશ વિશ્વમાં હિન્દી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે જાગૃત્તિ ફેલાવવાનો છે. પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે (Dr Manmohan Singh) હિન્દી ભાષાની મહત્તા વધારવા માટે 2006માં દર વર્ષે 10 જાન્યુઆરીએ હિન્દી દિવસ મનાવવાની જાહેરાત કરી હતી.
વર્ષ 1975માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી (Indira Gandhi)એ પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. 1975થી ભારત, મોરિશિયસ, યુનાઇટેડ કિંગડમ, ત્રિનિદાદ અને ટોબેગો, યુએસએ જેવા વિવિધ દેશોમાં વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ત્યારથી આ દિવસને વિશ્વ હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે.
વિશ્વ હિન્દી દિવસની ઉજવણીનો હેતુ વિશ્વમાં હિન્દીને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે રજૂ કરવાનો છે. આ દિવસ નિમિતે દુનિયાભરમાં નિબંધ સ્પર્ધા સહિત વિવિધ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે.
લેખન
આ.સી.પ્રો.ડો સચિન જે પીઠડીયા
G.E.S Class 2
સરકારી વિનયન કોલેજ ભેંસાણ
,રિપોર્ટર
સુદીપ ગઢિયા
9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.