ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા તાલુકાનાં બોડીદર ગામે જાગન્નાથ મહાદેવનાં મંદિરે કેટબરી ચોકલેટની અનોખી પૂંજા - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા તાલુકાનાં બોડીદર ગામે જાગન્નાથ મહાદેવનાં મંદિરે કેટબરી ચોકલેટની અનોખી પૂંજા


તા:4 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે જાગનાથ મહાદેવનાં મંદિરે કેટબરી ચોકલેટની અનોખી પૂંજા શ્રાવણ માસ નિમિત્તે ત્રીજા સોમવારે ચડાવવામાં આવી હતી આ પુંજા ચડાવનાર દીપુભાઈ જેસીંગભાઇ વાઢેળ માધ્યમિક શિક્ષક તરફથી ચડાવવામાં આવી હતી જેમાં અનેક દર્શનાર્થીઓ તેમજ અનેક શિવભક્તોએ આ જાગનાથ મહાદેવનાં મંદિરે પૂજાનાં દર્શન કરીને આશીર્વાદ ધન્યતા પ્રાપ્ત કરી હતી આવી જ રીતે ગુરુવારથી શરૂ થયેલા શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ સોમવારે શાકભાજીની પુંજા ડો. ઘનશ્યામભાઈ દુધરેજીયા અને બીજા સોમવારે ફ્રુટની પૂંજા હાલનાં તાલુકા પંચાયતનાં સદસ્ય મંજુલાબેન દિનેશભાઈ વાળા તરફથી ચડાવવાનું આયોજન ડોક્ટર ઘનશ્યામભાઈ દુધરેજીયા એ કર્યું હતું

જેમની તનતોડ મહેનત સેવા સાથે જોડાયેલી હોય અને આ ત્રણેય પૂંજા ચડાવીને મોટામાં મોટું યોગદાન આપીને આ ત્રણેય પૂંજા ચડાવવામાં સેવાનાં ભાઞરુપે સહભાઞી બન્યાં હતાં જેમાં સહયોગી તેમનાં ધર્મપત્ની પુષ્પાબેન ઘનશ્યામભાઈ દુધરેજીયા આ પૂંજા ચડાવવામાં સહભાગી બન્યાં હતાં ત્યારબાદ હવે પછી આવી જ રીતનાં શ્રાવણ માસ નિમિત્તે આઠમ ઞુરુવારનાં રોજ પવિત્ર દિવસે કૃષ્ણ જન્માષ્ટમી હોય જે નિમિત્તે સંયુક્ત બોડીદર ગામ આયોજિત બરફની પૂંજાનું આયોજન કરેલ હોય જેમાં મોટામાં મોટું યોગદાન સર્વે ગ્રામજનોએ આપવાનું થતું હોય તો જે લોકોને આ પૂજાનાં સહભાગી બનવાનું થતું હોય એવાં તમામ ગ્રામજનોએ મંદિર સુધી બરફની પૂંજા ચડાવવા માટે દાતાશ્રીઓએ જે કાંઇ દાન આપવાનું થતું હોય તે જાગનાથ મહાદેવનાં મંદિરે ત્યાંનાં પૂંજારી જીતુગીરી સોમગીરી અપરનાથીને દાન આપવા પણ અપીલપણ કરવામાં આવેલ છે

પ્રેસ રિપોર્ટરવાળા.ડિ.કે.વાળાગીર ગઢડા ગીર સોમનાથ
8780138711


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.