રાષ્ટ્ર નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે ઠંડા પાણીના પરબનું આયોજન
(રિપોર્ટ - ચિંતન વાગડીયા)
બોટાદ, તા. ૧૪ એપ્રિલ – રાષ્ટ્ર નિર્માતા, બોધિસત્વ મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જયંતિ નિમિત્તે બોટાદમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, બોટાદ અને સમતા બુદ્ધ વિહાર, બોટાદ દ્વારા જનસેવાના ઉદ્દેશથી પીવાના ઠંડા પાણીના પરબનું આયોજન કરવામાં આવ્યું હતું. જુંના માર્કેટિંગ યાર્ડ સામે આવેલા ડીવાયએસપી કચેરીના નજીક, પાળીયાદ રોડ પર આવેલી જગ્યાએ પરબ મુકવામાં આવ્યો હતો. આ પાણીની વ્યવસ્થા રેલીમાં જોડાયેલા લોકો તેમજ માર્ગ પર પસાર થતા તમામ નાગરિકો માટે રાખવામાં આવી હતી. ડીવાયએસપીએ પણ આ પરબની મુલાકાત લઇ આયોજનની પ્રશંસા કરી હતી. પાણીની સેવા કાર્યમાં સમતા બુદ્ધ વિહારના વ્યવસ્થાપક બોધિરાજ બૌદ્ધ (પરેશ રાઠોડ), હરેશભાઈ પરમાર, નિર્માબેન પરમાર, વિઠ્ઠલભાઈ બોળીયા, મુકેશભાઈ મકવાણા, દીપકભાઈ સોલંકી અને નિતેષભાઈ મારુ સહિત અનેક સાથીદારો જોડાયા હતા અને સમાજસેવાનો સરાહનીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
