બાલાસિનોર રૈયોલી ગ્રામ સભામાં સસ્તા અનાજ મુદ્દે સંચાલક અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી - At This Time

બાલાસિનોર રૈયોલી ગ્રામ સભામાં સસ્તા અનાજ મુદ્દે સંચાલક અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી


રૈયોલી ગ્રામ સભામાં, સસ્તા અનાજની દુકાનના સંચાલક પંકજ ભાઈએ (મહિલા) સરપંચ ગીતાબેન ને જાહેર મા તારો અવાજ બંધ કર એમ કહીને ઉદત વર્તન કર્યું છે... જે યોગ્ય નથી... વડીલ ગ્રાહકો સાથે પણ આવું જ કરે છે.... ખરેખર ખોટું વર્તન જોવા મળે છે

તારીખ:૦૪/૦૧/૨૦૨૩ના રોજ રૈયોલી ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા રાખેલ હતી તેમાં ગામના વિકાસના કામના વિવિધ મુદ્દાઓ ચર્ચામાં લેવામાં આવ્યા હતા તેમાંથી મુખ્ય મુદ્દો એ હતો કે સસ્તા અનાજની દુકાનના સંચાલક મહેરા પંકજભાઈ સુખાભાઈ તેઓને ગ્રામજનોએ રજુઆત કરી હતી કે રેશનકાર્ડ ધારકોને નિયમ મુજબનું અનાજ મળતું નથી તથા ખાંડ તો બીલકુલ મળતી જ નથી તો આ બધું અનાજ જાય છે ક્યાં? આવી રજુઆત કરતા પંકજભાઈ ગ્રામજનો સાથે બિભત્સ વતૅન કર્યું હતું અને તમામ મંત્રીઓ અને અધિકારીઓ મારા માણસો છે અને દુકાન મારા બાપાની છે તમારે જે ચાલે એ કરી લેજો એવું જાહેરમાં બોલ્યા હતા તો હવે ગ્રામજનો એ જાણવા માગે છે કે આ કોણ મંત્રીઓ અને અધિકારીઓ છે જે આ ગરીબોનું અનાજ લુંટી ખાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.