રાજકોટ STની 50 એકસ્ટ્રા બસ શિવરાત્રીના મેળામાં દોડશે, મુસાફરોને 24 કલાક બસ મળી રહે તે પ્રકારે આયોજન - At This Time

રાજકોટ STની 50 એકસ્ટ્રા બસ શિવરાત્રીના મેળામાં દોડશે, મુસાફરોને 24 કલાક બસ મળી રહે તે પ્રકારે આયોજન


જુનાગઢમાં યોજાતા શિવરાત્રિના મેળામાં અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે સોમનાથ મહોત્વનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં લોકો જઈ શકે તે માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને બસ પોર્ટ ખાતેથી 24 કલાક બસ મળી રહે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું. એસટી વિભાગ દ્વારા 50 બસ ફાળવવામાં આવી છે.
રાજકોટ એસ.ટી વિભાગના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર વી.બી.ડાંગર સાહેબે
જણાવ્યું કે શિવરાત્રીના મેળામાં લોકો જુનાગઢ જઈ શકે અને સોમનાથમાં જે સંગમ સ્નાનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં લોકો જઈ શકે તે માટે એસટી વિભાગ દ્વારા મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં કરવામાં આવી છે.
24 કલાક મુસાફરોને બસ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.આ સાથે જ જો કોઈ 50 લોકોનું ગ્રુપ હશે તો તેને પણ મોકલવા માટે બસ ફાળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગયા વર્ષે શિવરાત્રિના મેળા દરમિયાન એસટી વિભાગને 35 લાખથી વધુની આવક થઈ હતી. જ્યારે આ વર્ષે પણ એસટી વિભાગને વધુ નફો થાય તેવું જોવા મળી રહ્યું છે.
આ વખતે શિવરાત્રિના મેળાની સાથે સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહોત્વનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે પ્રયાગરાજમાં સંગમ સ્નાનનું મહત્વ છે તેવી જ રીતે પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ દાદાના સાનિધ્યમાં પણ સંગમ સ્નાનનું વિશેષ મહત્વ રહેલું છે.
ત્યારે રાજકોટ એસટી વિભાગ દ્વારા 50થી વધુ બસ ફાળવવામાં આવી છે.જેથી મુસાફરોને હાલાકીનો સામનો ન કરવો પડે. મુસાફરોને બસ પોર્ટ ખાતેથી 24 કલાક બસ મળી રહે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું. જેથી મુસાફરો શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા કરી શકે.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image