જેતપુરમાં આરોગ્ય સુવિધા એક મોટો પડકાર, દર્દીઓને પડતી અસુવિધાનો અંત ક્યારે? છેલ્લા એક માસથી બ્લડ પ્રેશર ની દવાનો સ્ટોક ખલ્લાસ.. - At This Time

જેતપુરમાં આરોગ્ય સુવિધા એક મોટો પડકાર, દર્દીઓને પડતી અસુવિધાનો અંત ક્યારે? છેલ્લા એક માસથી બ્લડ પ્રેશર ની દવાનો સ્ટોક ખલ્લાસ..


રાજકોટ જિલ્લાની જેતપુર સિવિલ હોસ્પિટલ આમ તો એ ગ્રેડની શ્રેણીમાં આવે છે. પરંતુ જે રીતે તાજેતરની દર્દીઓની હાલત, મીડિયામાં આવતા તેને અહેવાલો અને અસુવિધાઓથી ભરપૂર હોસ્પિટલને લઈને દર્દીઓમાં ઘણી જ “પ્રખ્યાત” છે. આ ઔદ્યોગિક જેતપુર શહેરમાં ભૂતકાળમાં હોસ્પિટલને લઈને ઘણી રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ સ્થિતિ આજે પણ જૈસે થે જેવી છે.

જેતપુર શહેર, ગ્રામ્ય અને પરપ્રાંતિયોની મોટી સંખ્યા સામે જેતપુરની આ સિવિલ હોસ્પિટલ અમુક સુવિધાઓથી સજ્જ હોવા છતાં તંત્રની આળસ અને ઉદાસીનતાના વાંકે ઘણી વામણી સાબિત થઈ રહી છે. કારણ કે વર્ષોથી ખાલી પડેલી તબીબોની જગ્યાઓનો ભોગ દર્દીઓ અને હાજર રહેલા સ્ટાફને ભોગવવાઓ પડે છે.સાથે સ્પેશિયાલિસ્ટન હોવાથી દર્દીઓને દવા પણ પૂરતી નથી મળી રહી.

OPDમાં માત્ર એક જ મેડિકલ ઓફિસર અને એક ડેપ્યુટેશન પર આવેલા તબીબને કારણે દર્દીઓને ભારે હાલંકીનો સામનો કરવો પડ્યો છે. તેમજ તબીબોને પણ તેની ફરજના કલાકો વધારીને કામ કરવું પડે છે. ડેપ્યુટેશન પર આવેલા તબીબો દર્દીઓની હિસ્ટ્રીથી વાકેફ ના હોવાને કારણે દર્દીઓને સારવારમાં પણ સંતોષ નહીં મળતાની ફરિયાદ ઉઠતી જોવા મળે છે. આધારભૂત સૂત્રોનું માનીએતો આંખના મશીનો પણ તબીબો વગર ધૂળ ખાય રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આંખના સર્જન વગર આંખના દર્દીઓને હોસ્પિટલમાં ધરમના ધક્કા ખાવાનો વારો આવે છે.

હાલ હોસ્પિટલમાં છેલ્લા એક માસથી બીપી એટલે કે બ્લડપ્રેશર ની દવાનો સ્ટોક ન હોવાથી દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ ભોગવી પડે છે. જેમાં મુખ્યત્વે બીપીની વૃદ્ધ લોકોને આ તકલીફથી ભારે પરેશાની ભોગવી રહ્યા છે સાથે. હોસ્પિટલમાં દવા ના હોવાના કારણે કિસાના પૈસા મેડિકલ સ્ટોર પરથી ખરીદી પડી રહી છે અને તેમજ હાલ શિયાળો ચાલી રહી હોય અને ઠંડી ખૂબ જ પડી રહી હોય જેથી બીપીના દર્દીઓને આવશ્યક દવા માટે ધર્મના ધક્કા હોસ્પિટલ ખાતે ખાવા પડી રહ્યા છે. આમ તો જે બીપી ની દવા છે તે આરોગ્ય વિભાગ પાસે જ પૂરતો સ્ટોક હોવાની પણ વિગતો સામે આવી છે.

હોસ્પિટલમાં ખૂટતી દવાઓ, સ્પેશિયાલિસ્ટની ઘટ, લેબોરેટરીએમાં અપૂરતો સ્ટાફ જેવી ઘણી અસુવિધાઓને કારણે વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને ભારે હલાંકી ભોગવવી પડે છે. હાલ કંડમ થયેલી જુની બિલ્ડીંગ પાડવાની હોવાથી નવી જગ્યાએ શરૂ કરી છે. જાણવા મળે છે તે જગ્યા એકદમ સાંકળી છે.જેને લઈને દર્દીઓનો ભારે ધસારો જોવા મળે છે. તેમજ હજાર સ્ટાફને પણ અગવડતાનો ભોગ બનવું પડે છે. મોટા પ્રમાણમાં દર્દીઓ એક સાથે ભેગા થવાને કારણે રોગ ચાળો વધુ ફેલાવવાનો ડર સતાવે છે. રામ ભરોસે ચાલતી આ હોસ્પિટલમાં સુવિધાઓમાં સુધારો થશે કે પછી જૈસે થે જેવા જ દ્રશ્યો જોવા મળશે?

આશિષ પાટડિયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.