રાજકોટ ડિવિઝન ના સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર તરીકેનો ચાર્જ સંભાળ્યો. - At This Time

રાજકોટ ડિવિઝન ના સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર તરીકેનો ચાર્જ સંભાળ્યો.


રાજકોટ ડિવિઝન ના સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર તરીકેનો ચાર્જ સંભાળ્યો.

રાજકોટ શહેર તા.૨/૬/૨૦૨૪ ના રોજ રાજકોટ ડિવિઝન ના સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. સુનિલકુમાર ગુપ્તાની નિયુક્તિ આર.સી.મીણા ની જગ્યાએ થઈ છે જેમની રાજકોટ ડિવિઝનમાં સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. ગુપ્તા ભારતીય રેલ્વે ટ્રાફિક સેવાના ૨૦૧૩ બેચના અધિકારી છે. તેમણે પશ્ચિમ રેલ્વેમાં વડોદરા, નાંદેડ, ગાંધીધામ, અમદાવાદમાં વિવિધ મહત્વની જગ્યાઓ પર કામ કર્યું છે. સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર-રાજકોટનો ચાર્જ સંભાળતા પહેલા તેઓ પશ્ચિમ રેલ્વેના ડિવિઝનના ટ્રાફિક વિભાગમાં સિનિયર ડિવિઝનલ ઑપરેશન મેનેજર (જનરલ) તરીકે કાર્યરત હતા. ગુપ્તાએ પશ્ચિમ રેલ્વેમાં સલામતીના અમલીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ગુપ્તાને પુસ્તકો વાંચવામાં ઊંડો રસ છે.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.