ભચાઉ તાલુકાના સામખિયાળી ગામ માં કિશોર કિશોરી આરોગ્ય મેળો યોજવા માં આવ્યો
આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસર ડો નારાયણ સિંગ તેમજ પી.એચ. સી. સામખિયાળી મેડિકલ ઓફિસર ડો. હિરેન પડવી ના માર્ગદર્શન હેઠળ કિશોર કિશોરી મેળો યોજવામાં આવ્યો. જેમાં સામખિયાળી ના સરપંચ જગદીશ મહારાજ, પંચાયત સભ્ય અબ્દુલભાઈ રાઉમા , તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંહ સાહેબ , સામખિયાળી મેડિકલ ઓફિસર ડો. હિરેન પડવી , ડેન્ટિસ્ટ ડો.નિલેશ , આંખ વિભાગ ના કાર્તિક ભાઈ , ટી.એચ.વી જશિબેન , આર.બી.એસ.કે .ડોક્ટર મીના સોલંકી, હોમિયોપેથી ડોક્ટર ભગવતીબેન, સુપરવાઈઝર ધવલભાઇ, કંચનબેન , તાલુકા સી.એચ.ઓ.નોડલ તેજસભાઈ, જિલ્લામાંથી એચ.આઇ.વી . એડ્સ વિભાગમાંથી સુરેશભાઈ ચૌહાણ, એડોલેશન હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર , કિરણ પાતર , ટી.બી. વિભાગ ના રાજુભાઇ પટેલ , તાલુકા મેલેરીયા ટેકનીકલ સુપરવાઇઝર કૌશિક સુતરિયા , આંગણવાડી સુપરવાઇઝર પ્રિયાબેન તેમજ સેજલબેન , સ્કુલ ના આચાર્ય શ્રી ઓ રમેશભાઈ, કિરણભાઈ, નાનજીભાઈ, રોશનીબેન અને જ્યોતિબેન ,શિક્ષકો ,પી.એચ.સી. ના સી.એચ.ઓ, એમ.પી.ડબ્લ્યુ , એફ.એચ.ડબ્લ્યુ , આશા બહેનો, આંગણવાડી વર્કર બહેનો હાજર રહેલા.
જેમાં 225 કિશોર કિશોરી હાજર રહેલા, જેમની આંખ ની , દાંત ની તેમજ કિશોરીઓ ની હિમોગ્લોબીન તથા વજન , ઊંચાઈ ની તપાસ કરવામાં આવેલ. જેમાં કિશોરીઓ અને કિશોર દ્રારા આર.કે.એસ.કે. પ્રોગ્રામ લક્ષિ સાંસ્કૃતિક કાર્યકમ રજૂ કરવામાં આવેલ. તેમજ નાટક પણ કરવામાં આવ્યું હતું.તાલુકા હેલ્થ ઓફિસર દ્રારા આર.કે.એસ.કે. કાર્યક્રમ , ન્યુટ્રીશન , આઈ.એફ.એ.ગોળી , તથા આરોગ્ય કાર્યકમો ની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.
કાર્યક્રમ નું સંચાલન પી.એચ.સી. સુપરવાઈઝર ધવલભાઇ , એડોલેશન હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર, કિરણ પાતર દ્રારા કરવામાં આવેલ. આ કાર્યક્રમ અંતર્ગત ભાગ લેનાર કિશોર કિશોરીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ હતું તેમજ બપોરના ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી.
આરોગ્ય મેળા ને સફળ બનાવવા પ્રા.આ.કે. સામખયારી ના તમામ સ્ટાફે જહેમત ઉઠાવેલ.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે
