ગીર ગઢડા જામવાળા નજીક જંગલમાં રસ્તા પર વનરાજા જોવા મળતા વાહનો પૈડા થંભી ગયા વનરાજાની ચાલુ વરસાદે રોડ પર લટાર - At This Time

ગીર ગઢડા જામવાળા નજીક જંગલમાં રસ્તા પર વનરાજા જોવા મળતા વાહનો પૈડા થંભી ગયા વનરાજાની ચાલુ વરસાદે રોડ પર લટાર


ગીર જંગલના વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારોની સીમ વિસ્તારમાં આવી પશુના મારણ કરી મીજમાની મનાવતા હોવાની ઘટના સામે આવતી હોય છે પરંતુ આજે રાત્રિના સમયે ગીર ગઢડા તાલુકાના જામવાળા નજીક ગીર જંગલમાં રસ્તા ઉપર એક વનરાજા ચાલુ વરસાદે વિહરતા જોવા મળ્યા હતા

આ દરમિયાન રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો ના પૈડા પણ થંભી ગયા હતા અને વાહનોની લાંબી કતાર લાગી ગયેલ હતી જો કે રસ્તા પર સિંહ દેખાતા કાર સાલક પોતાની કાર ઉભી રાખી દીધી હતી પરંતુ વનરાજા પોતાની મસ્તીમાં અને ચાલુ વરસાદે કાર સામે ચાલતા આવી ગયા હતા અને કારની નજીકથી પસાર થઈ ગયેલ આ સમગ્ર લાઈવ રસ્તા ઉપર થી પસાર થતા વાહન ચાલકોએ નિહાળી હતી અને રસ્તા પર વાહનોની લાઈનો લાગી ગયેલ હતી

રિપોર્ટર ભરતસિંહ દાહીમાં
7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.