કૃષિ યુનિવર્સિટીના જુનીયર ક્લાર્કના મકાનમાંથી સોનાના દાગીના-રોકડની ચોરી: તસ્કરોની શોધખોળ
તરઘડીયાના પાટીયા પાસે આવેલ કૃષિ યુનિવર્સિટીના કવાર્ટરમાં રહેતાં જુનીયર ક્લાર્કના મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ હાથફેરો કરી સોનાના દાગીના અને રોકડ મળી રૂ.82 હજારની મતા ઉસેડી નાસી છૂટતાં કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે તરઘડિયાના પાટિયા પાસે આવેલ મુખ્ય સૂકી ખેતી સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ક્વાર્ટરમાં રહેતાં રસીકભાઇ વિઠ્ઠલભાઇ પુરોહીત (ઉ.વ.59) એ પોતાની નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ નિવૃત્ત જીવન ગાળે છે. તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે, મોટો દીકરો અંકલેશ્વરમાં નોકરી કરે છે, અને પુત્રી નિરાલીબેન મુખ્ય સુકી ખેતી સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવસીટી ખાતે રાજકોટ અમદાવાદ હાઇવે તરઘડીયાના પાટીયા પાસે જુનીયર કલાર્કમા નોકરીમા કરે છે.
ગઇ તા.16/09/2023 ના રોજ તેઓ તેમના પરિવાર સાથે ઘરને તાળું મારી આંટો મારવા માટે ગયેલ હતા.બાદમાં બીજા દિવસે સાંજના ઉપરોકત મકાને આવેલ અને જોયુ તો મકાનનો મેઇન દરવાજાનો નકુચો તુટેલ હતો અને હાલતમાં આંકડીયો મારેલ હતો. મકાનનો દરવાજો ખોલી અંદર જઇને જોયું તો રુમમાં રાખેલ કપડા વેર-વિખેર જોવામાં આવેલ અને લોખંડના સ્ટેન્ડ પર રાખેલ સુટકેશ ખુલેલ હતી અને તેમાં રાખેલ કપડા વેરિવખેર પડેલ હતા.
તેમજ સુટકેશમા રાખેલ પાકીટમાં સોનાનુ અડધા તોલાનું લોકેટ રૂ.25 હજાર, સોનાની વીંટી-03 રૂ. 45 હજાર તેમજ રૂમમાં પાકીટમાં રાખેલ રોકડ રૂ.12 હજાર મળી કુલ રૂ.82 હજારનો મુદામાલ જોવામા આવેલ નહી.જેથી કોઈ અજાણ્યો શખ્સ મકાનમાં અંદર ઘુસી સોનાના દાગીના અને રોકડ મળી રૂ.80 હજારનો મુદ્દામાલ ચોરી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી પીએસઆઇ જે.કે.પાંડાવદરા અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.