આજે આપણે આંગણે આવ્યો છે રૂડો અવસર”: બોટાદમાં હરખભેર મતદાન કરવા ઉમટ્યું ઉર્જાવાન મહિલા મંડળ
“અવશ્ય મતદાન કરવું જોઇએ”નાં નારા સાથે ગુંજી ઉઠ્યું મતદાન મથક: લોકશાહીનાં અવસરમાં દીવાળી-નવરાત્રીમાં હોય તેવી રોનક અને ચમક જોવા મળી હતી.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત આજે બોટાદ જિલ્લામાં મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા આવી પહોંચ્યા હતાં. ત્યારે ગઢડાની સ્ટેશન રોડ પર આવેલી બ્રાંચ શાળા નં-2 ખાતે લોકશાહીનાં પર્વમાં ભાગ લઇ મતદાન કરવાનાં ભરપૂર ઉત્સાહ સાથે ઉર્જાવાન મહિલા મંડળે પોતાની લોકશાહીની ફરજ નિભાવી હતી. મહિલાઓનાં ચહેરા પર આ લોકશાહીનાં અવસરમાં દીવાળી-નવરાત્રીમાં હોય તેવી રોનક અને ચમક જોવા મળી હતી. “અવશ્ય મતદાન કરવું જોઇએ”નાં નારા સાથે મતદાન મથક પણ ગુંજી ઉઠ્યું હતું.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.