મર્ડરનો આરોપી અમીત ભાણવડિયા વ્યાજખોર પણ નીકળ્યો: 26 લાખના 35 લાખ પડાવી વેપારીને મારી નાખવાની ધમકી - At This Time

મર્ડરનો આરોપી અમીત ભાણવડિયા વ્યાજખોર પણ નીકળ્યો: 26 લાખના 35 લાખ પડાવી વેપારીને મારી નાખવાની ધમકી


રવીરત્ન પાર્કમાં રહેતાં વેપારીએ કોરોનાકાળમાં ધંધામાં નુકશાની આવતાં અમીત ભણવડિયા પાસેથી લીધેલ રૂ.26 લાખના 35 લાખ ચૂકવી દિધા છતાં વધું રૂ.18 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતાં યુની. પોલીસ મથકમાં મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપી વિરુદ્ધ અગાઉ હત્યાનો ગુનો પણ નોંધાઈ ચુક્યો છે.
બનાવ અંગે યુનિવર્સિટી રોડ પર રવીરત્ન પાર્ક સોસાયટીમાં રહેતાં હરેશભાઈ અમૃતલાલ મારડીયા (ઉ.વ. 48) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અમિત રમેશ ભાણવડિયા (રહે.મોટા મવા) નું નામ આપતાં યૂની.પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, પ્રોફેશનલ ઈન્સ્યોરન્સનો બીઝનેશ કરે છે. અમીત ભણવડીયાને તેઓ છેલ્લા 15 વર્ષથી ઓળખે છે. વર્ષ 2020 માં કોરોનાકાળ દરમ્યાન ધંધામાં તેમને નાણાકીય નુકશાની ગયેલ જેથી અમીત ભાણવડીયા પાસેથી તેમની પંચાયત ચોક શીતલ ટ્રાવેલ્સની પાછળ શીવ કોમ્પલેક્ષમાં આવેલ ઓફીસેથી તા.30/10/2020 ના રૂ.5 લાખ ત્રણ ટકા વ્યાજે લીધેલ હતા.
બાદ ફરી પૈસાની જરૂર પડતા તા.05/07/2021 ના રૂ.5 લાખ ત્રણ ટકા લેખે વ્યાજે લીધેલ હતા. બાદ અલગ અલગ સમયે તેમની પાસેથી રૂ.26 લાખ મળી કુલ રૂ.26 લાખ ત્રણ ટકા લેખે વ્યાજે લીધેલ હતા.
આજ સુધીમાં ફરીયાદીએ વ્યાજખોર અમિતને રૂ.6 લાખ વ્યાજ આપેલ છે. જેની આરોપીએ ડાયરીમાં કોઈ નોંધ કરેલ નથી. તેઓએ અમિતને વ્યાજ પેટે અલગ અલગ સમયે ફુલ રૂ.28 લાખ વ્યાજ પેટે ચુકવેલ છે. જે રકમ જમા લેતી વખતે આરોપી અને તેના સ્ટાફના માણસોએ ડાયરીમા સહીઓ પણ કરેલ છે. વર્ષ 2023 માં વધું રૂ.1 લાખ વ્યાજ પેટે આપેલ હતા. તેમજ પૈસાની સિક્યુરીટી પેટે બેંકનો ચેક આપેલ છે, જે ચેક પરત માગતા અમિતે કહેલ કે, તમારા પૈસા આવી ગયેલ જેથી મે તમારો ચેક ફાળી નાખેલ છે.
બાદ ગઈ તા.02/12/2024 ના સાંજના સમયે તેઓ કામથી ઘરની બહાર હતાં ત્યારે તેમના પત્ની વંદનાબેનનો ફોન આવેલ કે, અમીતભાઈના મીત્ર એન.ડી. નામ વાળી વ્યક્તિ આપણા ઘરે આવેલ છે, મને અમીત સાથે વાત કરાવેલ અને તમને ફોન કરવાનું કહેલ છે. જેથી અમિતને તેઓએ ફોન કરેલ જેથી તેને કહેલ કે, તમે મારી ઓફીસે મળવા માટે આવો જેથી તેઓ દંપતી તેમને મળવા ગયેલ.
ત્યારે અમીતે કહેલ કે, તમારે હજુ મને રૂ.18 લાખ આપવાના થાય છે, જેથી તેમને બધા પૈસા વ્યાજ સહીત ચુકવી આપેલ છે કહેતાં તે ઉશ્કેરાઈ જઈ દંપતીને ગાળો આપવા લાગેલા અને કહેલ પૈસા નહી આપે તો તને મારી નાંખીશ અને તારો ચેક છે તેમા મને સારુ લાગશે તેટલી રકમ ભરી તને ફસાવી દઈશ તેમ ધમકી આપેલ હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. વધુમાં મળેલ વિગત મુજબ, આરોપી અમિત ભાણવડીયાએ અન્ય શખ્સો સાથે મળી યુની. રોડ પર એક હત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.