દિકરીને મારા ઘરે મુકી જા જે નહીંતર છરીના ઘા મારી દઇશ કહીં નામચીન ભૂરાએ પૂર્વ પ્રેમિકાને ધમકી આપી
જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતો ગુજસીટોકના આરોપી યાસીન ઉર્ફે ભુરા સામે તેની પૂર્વ પ્રેમિકાએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીએ તેની સાત વર્ષની બાળકીને મમ્મી પાસે નહીં જવાનું કહી બેથી ત્રણ લાફા માર્યા હતાં અને તે બાબતે સમજાવતા કહ્યું હતું કે, દિકરીને સારૂ થઇ જાય એટલે મારા ઘરે મુકી જા જે નહીંતર છરીના ઘા મારી દઇશ.
બનાવ અંગે સાધુ વાસવાણી રોડ પર રહેતા 34 વર્ષીય મહિલાએ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતા યાસીન ઉર્ફે ભુરો ઓસ્માણ કઇડાનું નામ આપી જણાવ્યું હતું કે, તે ટિફિન સર્વિસનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં 17 વર્ષનો પુત્ર અને આઠ તથા ત્રણ વર્ષની વર્ષની બે દીકરી છે.
મહિલાએ વર્ષ 2006 માં લગ્ન કર્યા હતા જેના થકી મોટા પુત્રનો જન્મ થયો હતો બાદમાં પતિનું અકસ્માતમાં મોત થતા માવતર આવી ગઈ હતી. દસેક વર્ષ પૂર્વે આરોપી અસીન ઉર્ફે ભૂરા સાથે પ્રેમ સંબંધ હોય તેની સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેતી હતી જેના થકી બે સંતાન થયા હતા યાસીન ગુજસીટોકના ગુનામાં પકડાઈ જતા જેલહવાલે થયો હતો બાદમાં તેને જેલમાંથી છોડાવ્યો હતો.
ત્યારબાદ તે નશો કરવાની કુટેવ ધરાવતો હોય અવારનવાર માથાકૂટ કરતો હતો અને બળજબરીથી શરીર સંબંધ બાંધતા મહિલાએ તેના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરી હતી અને તે બાળકોને લઈને માવતર જતી રહી હતી.
ગત તા. 28/3 ના યાસીનનો વોટસએપ કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે, મારી દીકરીને રમઝાનનો તહેવાર આવે છે તો મારા ઘરે મોકલ મારે તારું કંઈ કામ નથી જેથી મહિલાએ કહ્યું હતું કે, તું અહીં આવીને તેડી જા હું મૂકવા નહીં આવું અને સાંજના તે દીકરીને લઈ ગયો હતો. રાત્રિના યાસીનનો ફરી વોટસએપ કોલ આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, તમે લોકો હવે મારી દીકરીને તેડવા આવતા નહીં.
ગઈ તા. 1/4/2025 ના સમજૂતી કરાર કર્યો હતો કે દીકરી યાસીન સાથે અને દીકરો મહિલા સાથે રહેશે. મોટો પુત્ર નાની બહેનને તેની વસ્તુઓ આપવા માટે યાસીનના ઘરે જતા દીકરીએ કહ્યું હતું કે, અહીં ડેડીએ રમઝાનના દિવસે રાતે કહ્યું હતું કે, હવે તારા મમ્મી પાસે જતી નહીં તેમ કહી બે ત્રણ લાફા માર્યા હતા જે વાત પુત્રએ માતાને કહી હતી.
બાદમાં મહિલાએ યાસીનના નાનાભાઈની પત્ની નજમાને ફોન કરી પૂછતા તેણે દીકરી બીમાર હોવાનું કહ્યું હતું. યાસીને મેસેજ કરી દીકરીને તેડી જવાનું કહ્યું હતું જેથી ફરિયાદી તથા તેનો મોટો પુત્ર સાંજે આઠેક વાગ્યે જંકશનમાં ગયા હતા અને પુત્ર દીકરીને તેડી અહીં આવ્યો હતો.
બાદમાં મહિલા યાસીનને ફોન કરી બાળકોને ન મરાય તેમ સમજાવતા યાસીને કહ્યું હતું કે, તું આવીશ તો તને પણ મારીશ અને દીકરીને સારું થઈ જાય એટલે પાછી મોકલી દે જે નહિતર છરીના ઘા મારી દઈશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર.નગર પોલીસે આરોપીને પકડવા તજવીજ આદરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
