શિશુવિહાર ક્રીડાંગણના તાલીમાર્થીઓએ ૭૫ માં ગણતંત્ર પર્વ પ્રસંગે તિરંગાને સલામી આપી હતી.
શિશુવિહાર ક્રીડાંગણના તાલીમાર્થીઓએ ૭૫ માં ગણતંત્ર પર્વ પ્રસંગે તિરંગાને સલામી આપી હતી.
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં ચાલતી આરોગ્ય પ્રવૃત્તિ અંતગર્ત ભાવનગર શહેર ની કોર્પોરેશન ની શાળા માં યોજાતા આરોગ્ય શિબિર દ્વારા બાળકોની કાળજી લેતા વાઘ બકરી ફાઉન્ડેશન (અમદાવાદ) ના સી. એસ.આર હેડ શ્રી અજયભાઈ સિસિલિયાના વરદ હસ્તે ૭૫ માં ગણતંત્ર પ્રસંગે ક ધ્વજરોહન થયું.. આ પ્રસંગે વાઘ બકરી ફાઉન્ડેશન ના ઉપક્રમે યોજાયેલ કેરટેકર તાલીમ ના ૨૪ ભાઈઓ - બહેનોને પ્રમાણપત્ર તથા સંસ્થા બાલમંદિર ના ૮૦ માં અભુભવ વર્ગ ની ૪ તાલીમાર્થી ઓને પ્રત્યેક ને રૂપિયા ૧૦૦૦ /- નો પુરસ્કાર તથા પ્રમાણપત્ર એનાયત થયા હતા...
આ પ્રસંગે સંસ્થા ના સહ મંત્રી શ્રી ઇન્દિરા બહેન ભટ્ટ તથા ટ્રસ્ટી શ્રી શબનમ બહેન કપાસીના હસ્તે સીવણ વર્ગ ની ૭ બહેનોને પ્રમાણપત્ર તથા આપવામાં આવેલ...પ્રજાસત્તાક પર્વની સાંજે ક્રીડાંગણના વિદ્યાર્થીઓ માટે હળવી રમતો યોજવામાં આવેલ. જેમાં વિવિધ ૫ સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કરનાર ૨૦ વિદ્યાર્થીઓને પુરુસ્કૃત કરવામાં આવેલ.
શિશુવિહાર પ્રાંગણમાં ૭૫ વર્ષથી સાતત્યપૂર્ણ રીતે યોજાતા ગણતંત્ર પર્વનું સંકલન શ્રી હરેશભાઈ તથા શ્રી કમલેશભાઈ વેગડ દ્વારા થયું હતું...
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.